ભાવનગરઃ બ્રાહ્મણ પરિવારનો સામૂહિક આપઘાત, અઢી વર્ષની દીકરીનો બચાવ

News18 Gujarati
Updated: July 19, 2018, 11:28 AM IST
ભાવનગરઃ બ્રાહ્મણ પરિવારનો સામૂહિક આપઘાત, અઢી વર્ષની દીકરીનો બચાવ
ભાવનગરમાં એક કરૂણાંતિંકા બની છે જેમાં એક જ પરિવારે ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. સદનસિબે આ ઘટનામાં બાળકીનો આબાદ બચાવ થયો છે.

ભાવનગરમાં એક કરૂણાંતિંકા બની છે જેમાં એક જ પરિવારે ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. સદનસિબે આ ઘટનામાં બાળકીનો આબાદ બચાવ થયો છે.

  • Share this:
ભાવનગરમાં એક કરૂણાંતિંકા બની છે જેમાં એક જ પરિવારે ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. સદનસિબે આ ઘટનામાં બાળકીનો આબાદ બચાવ થયો છે. વેપારી સહિત પરિવારના સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરતા આ વિસ્તારમાં ભારે ખરભરાટ મચી ગઇ હતી. બુધવારે મોડી રાત્રે બનેલી આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને પ્રાથમિક તપાસમાં પોલીસને મૃતક વેપારીના ખિસ્સામાંથી એક ચીઠ્ઠી મળી હતી જેમા આર્થીક સંકળામણના કારણે આ અંતિમ પગલું ભર્યુ હોવાનો ઉલ્લેખ કરાયો છે.

પતિ, પત્ની અને બાળકે ઝેરી દવા ગટગટાવી

મળતી માહિતી પ્રમાણે ભાવનગર શહેરના લીલા સર્કત પાસે સત્યમ રેસીડેન્સી આવેલી છે. જેમાં એક વેપારી પત્ની અને બાળક સાથે રહેતો હતો. સાથે સાથે તે અલંગમાં વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.સુત્રોના જણાવ્યા પ્રમાણે નીલેશભાઈએ પોતાની પત્ની અને બાળકોને ઝેર પીવડાવીને સામુહિક આપઘાત કરી લેતા સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયો છે. બુધારે મોડી સાંજે ઘરમાં નીલેશભાઈ અને તેની પત્નીએ કોઈ પીણામાં ઝેરી દવા નાખીને પીય લીધા બાદ મોડી રાત સુધી આસપાસના વિસ્તારમાં ખબર પડી ના હતી.

અઢી વર્ષની પુત્રી માતા-પિતા અને ભાઇની વચ્ચે રમતી હતીપાડોશી દ્વારા સાંજનો દરવાજો નહી ખુલ્યો હોવાનું જાણતા મોડી રાત્રે દરવાજો તોડવામાં આવ્યો તો નાનકડી અઢી વર્ષની મિશ્રી મૃત માતાપિતા અને ભાઈની વચ્ચે રમતી નજરે પડી હતી.માસુમની વચ્ચે સર્જાયેલી કરુણાંતિકાનો ખ્યાલ પડોશીઓને આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસનો મસમોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ડીએસપી સહીત ડીવાયએસપી સ્થળ પર જઈને ડોગ સ્કોવોડ,એફએસએલ દ્વારા તપાસ હાથ ધરી હતી.

આર્થીક સંકળામણના કારણે અંતિમ પગલું ભર્યાનો ચીઠ્ઠીમાં ઉલ્લેખ

મૃતક નીલેશભાઈ પાસેથી એક ચિઠ્ઠી મળી હોવાનું સુત્રોએ જણાવ્યું છે અને આર્થિક સંકડામણમાં નીલેશભાઈ અને તેની પત્નીએ આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે નીલેશભાઈ ઉપધ્યાય અને તેમની પત્ની હિરલબેન અને ૭ વર્ષના ભાવિકના મૃતદેહને પીએમ માટે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.એક બ્રાહ્મણ પરિવારની બનેલી ઘટનાને પગલે બ્રહ્મ સમાજના આગેવાનો પણ દોડી આવ્યા હતા. માનવામાં આવે છે કે ક્યાંક વ્યાજખોરોનું ચક્કર તો નથી ને ક્યાંક માનસિક ત્રાસ હદબારનો તો નથીને. જો કે પોલીસે હાલ પ્રાથમિક તબક્કે આર્થીક સંકડામણ જાહેર કર્યું છે પણ આગળની તપાસમાં આખરે આર્થિક સંકડામણ પાછળનું કારણ તપાસમાં બહાર આવે તેમ હાલ બ્રહ્મ સમાજ ઈચ્છી રહ્યો છે

ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે

એક જ પરિવારે ઝેરી દવા પીને આત્મહત્યા કર્યાની ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત ડીવાયએસપી, ડીએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યારે સ્થાનિક લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા.
First published: July 19, 2018, 8:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading