Home /News /kutchh-saurastra /

ભાવનગરમાં બે મોટા અકસ્માત બાદ પણ તંત્ર નિંદ્રાવસ્થામાં, તમામ નાળા-પુલ અસુરક્ષીત

ભાવનગરમાં બે મોટા અકસ્માત બાદ પણ તંત્ર નિંદ્રાવસ્થામાં, તમામ નાળા-પુલ અસુરક્ષીત

  ભાવનગર જીલ્લામાં આવેલા હાઈવે પર પુલ પરથી નીચે ઉતરી જવાને પગલે અનેક અકસ્માત સર્જાયા છે ત્યારે હાલમાં રંઘોળા અને બાદમાં બાવળયાળી ગામનો અકસ્માતમાં સમગ્ર જિલ્લાને અને ગુજરાતને હચમચાવી દીધું છે ત્યારે મોત સમાન રસ્તા પર આવેલા પુલો હજુ પણ જર્જરિત હાલતમાં છે સરકાર દ્વારા કરોડો આપવા છતાં કામગીરી શૂન્ય જોવા મળે છે અને હાઈવ પર પુલો રાહદારીઓ માટે મોતના મેહમાન હોઈ તેમ લાગી રહ્યા છે છતાં સ્થનિક તંત્ર કે સરકાર જાગી નથી અને પુલ પર કોઈ સુરક્ષારૂપી દીવાલ જોવા મળતી નથી.

  તો આ તરફ ભાવનગરના ઘોરી માર્ગો મુસાફરો માટે મોતના માર્ગ બની રહ્યા છે. ભાવનગરના દરેક માર્ગ પર આવેલા નાળાઓ સુરક્ષીત નથી. આ નાળાઓની દુર્દશા એવી છે કે જે વાહન ચાલકો પાસેથી તગડી ટેક્સની વસુલાત થાય છે તે પ્રમાણે તેને રસ્તા પર સુરક્ષિત સેવા નથી મળતી. નાળાઓ પર સુરક્ષા માટેની કોઇ દીવાલ નથી. જેથી વાહનચાલકો આ નાળા પરથી પોતાના જીવના જોખમે વાહનો પસાર કરે છે, અને કેટલીય વાર અકસ્માતો પણ સર્જાય છે. જેથી વાહનચાલકો તેમજ જિલ્લાના લોકો તંત્રની બેદરકારી સામે રોષ ઠાલવી રહ્યા છે.

  ભાવનગર જીલ્લામાં રાજકોટ ભાવનગર, ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ, ભાવનગર અમદાવાદ ધંધુકા હાઈવે અને સોમનાથ હાઈવે આવેલા છે દરેક માર્ગ પર આવેલા અનેક નાળાઓની દુર્દશા એવી છે કે જે વાહના ચાલકો પાસેથી તગડી ટેક્સની વસુલાત થાય છે તે પ્રમાણે તેને રસ્તા પર સુરક્ષિત સેવા મળતી નથી. નાળાઓ પર સુરક્ષા માટે કોઈ દીવાલ નથી. નાળાઓ પર જયારે બે મોટા વાહન ચાલકો પસાર થાય છે ત્યારે પોતાના જીવનાં જોખમે વાહનો પસાર કરે છે અનેક વખત નાળા પરથી નીચે વાહનો ખાબકવાના બનાવ બનતા રહ્યા છે વાહન ચાલકો પર તંત્રની બેદરકારી સામે રોષ ઠાલવી રહ્યા છે તો જીલ્લ્લાના ગ્રામ્યના લોકોએ પણ માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારીને પગલે રોષ ઠાલવ્યો છે અને મૂંગી બેરી બનેલી સરકાર જાગે તેવી માંગ રસ્તા પરના રાહદારીઓ કરી રહ્યા છે

  ભાવનગર રાહદારી જે જે રાણાએ જણાવ્યું કે, હવે ઘણા સમયથી આ છે પુલો સાંકડા થઇ ગયા છે વાહનો સામસામાં આવે એટલે ઉતારવાની શક્યતા છે હવે સરકાર કઈક જાગે

  ભાવનગર રાહદારી દેવજીભાઈ વિરડીયાએ જણાવ્યું કે, આ રોડ પર કોઈ દીવાલ છે નહી રોડ પર નીકળીએ છીએ ત્યારે બીક લાગે છે સામ વાહન આવે એટલે નીચે ઉતરી જઈ એવી સ્થતિ સર્જાય છે એક વખત તો હું પણ ઉતરી ગયો છે સરકાર વહેલ તકે રસ્તા સરખા કરે.

  ભાવનગર જીલ્લામાંથી પસાર થતા ચાર થી પાંચ હાઈવે પર એક પણ નાળાની હાલત સારી નથી. વાહન ચાલકો ટેક્સ ભરે છે પણ એવી કોઈ સુવિધા નહી હોવાને પગલે જવાબદાર વિભાગ માથેથી જવાબદારી ખંખેરતું હોઈ તેમ લાગી રહ્યું છે.

  સરકાર દ્વારા કરોડો રૂપિયા માર્ગ અને મકાન વિભાગને સરકાર દ્વારા આપવામાં આવે છે પણ પુલના કામોને પગલે તંત્ર દ્વારા કોઈ કામગીરી ના હોઈ તેવી સ્થતિ છે માર્ગ અને મકાન વિભાગે પુલના કેટલા કામ થયા તે વિષે માહિતી માગતા કામો વિષે પણ માહિતી નથી. માર્ગ અને મકાન વિભાગ સમગ્ર કામોની માહિતી આપી રહ્યું છે પણ પુલ પાછળ કેટલો ખર્ચ થયો તેની વિગત ન હોઈ કહીને હાથ ખંખેરી રહ્યું છે જો કે પુલા કામોની વિગત નહિ આપવા પાછળ સ્પષ્ટ થાય છે કે કામો નહિવત સમાન છે.

  ભાવનગર જીલ્લામાં અનેક વખત અકસ્માતો બન્યા છે અને હાલના બે મોટા અકસ્માતમાં ૫૦ થી વધુ લોકો જીવ ગુમાવી ચુક્યા હોવા છતાં સ્થાનિક તંત્રની ઘોર બેદરકાર સામે આવી છે માત્ર પુલો પર સુરક્ષા દીવાલ નહિ પરંતુ વાહનચાલકને નિશાની રૂપ બોર્ડ પણ જોવા મળતા નથી ત્યારે સરકારના આવતા કરોડો રૂપિયામાંથી પ્રજા હિતમાં ક્યાંક સ્થાનિક તંત્ર બગાડ કરીને બેદરકારી દાખવતું હોઈ તેવું જરૂર જણાઈ છે.

  સ્ટોરી - ચિરાગ ત્રિવેદી
  Published by:kiran mehta
  First published:

  Tags: After, ભાવનગર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन