Home /News /kutchh-saurastra /

ભાવનગર: પોલીસ સ્ટેશનમાં દલિત વ્યક્તિનો આત્મહત્યાના પ્રયાસ બાદ મોત

ભાવનગર: પોલીસ સ્ટેશનમાં દલિત વ્યક્તિનો આત્મહત્યાના પ્રયાસ બાદ મોત

શિહોર પોલીસ સ્ટેશનમાં આજે સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ એક દલિત વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

બુટલેગર જયેશ ભાણજીના બે દિવસ પૂર્વે ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાની બાતમી પોલીસને આપી હતી.

    શિહોરની એકતા સોસાયટીમાં રહેતા દલિત યુવાન ગીરીશભાઈ જીવરાજભાઈ બારૈયાએ (ઉ. વ. 40) ગઇકાલે સાંજના આશરે સડાપાંચ કલાકની આસપાસ દરમિયાન સિહોર પોલીસ મથકમાં જ પેટ્રોલ છાંટીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમનું કાલે મોડી રાતે હોસ્પિટલમાં મોત નીપજ્યું છે.

    ભોગગ્રસ્ત યુવાનને પ્રાથમિક પૂછપરછ દરમિયાન કહ્યું હતું ક, 'શિહોરના કુખ્યાત બુટલેગર જયેશ ભાણજીના બે દિવસ પૂર્વે ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાની બાતમી પોલીસને આપી હતી. જેના કારણે તેને અવારનવાર ધમકી મળી રહી હતી. આ ધમકીઓથી કંટાળીને યુવાને પોલીસ મથકમાં જ આત્મઘાતનો પ્રયાસ કર્યો હતો.'

    આ યુવાનને પોલીસ સ્ટાફ શિહોર દ્વારા સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી ગંભીર હાલતને કારણે સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો : સુરત: લોકઅપમાં 3 નિર્વસ્ત્ર યુવાનોના વાયરલ વીડિયોની જાણો શું છે આખી વાત

    આ ઘટના થતાની સાથે જ સિહોર ખાતે વલભીપુર સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જ્યારે યુવાનને ભાવનગર સારવાર અર્થે ખસેડતાં એસ.ટી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપનો સ્ટાફ પણ તહેનાત કરી દેવામાં આવ્યો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, ભાવનગર

    આગામી સમાચાર