કોરોના વાયરસ ઇફેક્ટ : ગઢડા ખાતે યોજનાર BAPSનો આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ બંધ રખાયો

News18 Gujarati
Updated: March 5, 2020, 10:56 AM IST
કોરોના વાયરસ ઇફેક્ટ : ગઢડા ખાતે યોજનાર BAPSનો આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ બંધ રખાયો
તસવીર સાભાર : baps.org

જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે બીએપીએસ સંસ્થા દ્વારા ઉજવનાર આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ બંધ રખાયો છે.

  • Share this:
ભાવનગર : જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા(Health Security) માટે બીએપીએસ (BAPS) સંસ્થા દ્વારા ઉજવનાર આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ (International Vachanamrut Bicentenary Celebration)  બંધ રખાયો છે. વિશ્વના અનેક દેશોમાં સર્જાયેલી કોરોના વાયરસ (Coronavirus)ની ગંભીર અને અનિશ્ચિત સમસ્યાને લક્ષમાં લઈને, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા (BAPS Swaminarayan Org) દ્વારા તારીખ 10-3-2020ના રોજ ગઢડા ખાતે ઉજવનાર આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ બંધ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં એક લાખથી વધુ ભક્તો ઉપસ્થિત રહેવાના હતા.

ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસનો પોઝિટિવ કેસ સામે આવ્યો નથી પરંતુ સ્થાનિક રીતે પરિસ્થિતિ ભયજનક ન હોવા છતાં, આ મહોત્સવમાં ભારતના અનેક રાજ્યો તેમજ વિદેશના પણ હજારો હરિભક્તો આવવાના હોઈ ગુજરાતના જાહેર સ્વાસ્થ્યની જાળવણી માટે તેને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેની સર્વે હરિભક્તોએ નોંધ લેવી, તેમ બીએસપીએસની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Coronavirusના કારણે આ વખતે PM મોદી હોળી મિલન સમારોહમાં સામેલ નહીં થાય

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજનક સાધુ ઈશ્વરચરણદાસ ના જણાવ્યા પ્રમાણે, આ મુખ્ય આંતરરાષ્ટ્રીય મહોત્સવ પૂર્વે પંચ દિવસીય વચનામૃત દ્વિશતાબ્દી પર્વ યોજાયું છે, તેમાં ફક્ત સ્થાનિક ભક્તો જ લાભ લેશે, અન્ય કોઈ સ્થળોના ભક્તો-ભાવિકોએ લાભ લેવા જવું નહીં. આ ઉપરાંત સૌને ખાસ નિવેદન કરવાનું કે વ્યક્તિગત, પારિવારિક કે આસપાસના વર્તુળમાં કોઈને પણ શરદી, તાવ, ઉધરસ કે તેવા ચિન્હો દેખાય તો સત્વરે યોગ્ય મેડીકલ તપાસ કરાવીએ અને અન્યના સ્વાસ્થ્યની જાળવણી કરવામાં મદદરૂપ થઈએ.

આ પણ વાંચો :  Coronavirus : તમે જાણવા માંગો છો તે બધુ જ, કેવી રીતે ફેલાય છે, બચવા માટે શું કરશો?

નોંધનીય છે કે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ તથા પુષ્પદોલોત્સવનું ગઢડા ખાતે તા. ૧૦-૦૩-૨૦૨૦, ફાગણ વદ 1, મંગળવારના રોજ સાંજે 5:00 થી 8:00 દરમિયાન આયોજન કરાયું હતું. મહોત્સવની મુખ્ય સભા માટે સભાસ્થળે પ્રવેશ બપોરે 3:00 વાગ્યાથી શરૂ થશે તેમ કહેવામાં આવ્યું હતું.
First published: March 5, 2020, 10:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading