જળસંચય અભિયાનમાં સરકારે માંગ્યો સંસ્થાઓનો સહકાર

News18 Gujarati
Updated: April 23, 2018, 8:31 PM IST
જળસંચય અભિયાનમાં સરકારે માંગ્યો સંસ્થાઓનો સહકાર

  • Share this:
ગુજરાત સ્થાપના દિનની સમગ્ર રાજ્યની સાથે રાજકોટ જિલ્લામાં પણ શરૂ થનારા સુજલામ્ સુફલામ્ જળ અભિયાનમાં બિન સરકારી સંસ્થાઓનો સહયોગ મેળવવા માટે આજે કલેક્ટર કચેરીમાં કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં ઉપસ્થિત સહકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ આ જળ સંચય અભિયાનમાં સક્રીયતા જોડાવવાની તૈયાર દર્શાવી છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા માસ્ટર પ્લાન મુજબ કરવાના થતાં તાલુકાવાઇઝ જળસંચયના કાર્યો કરવા માટે આ સંસ્થાઓએ તત્પરતા દાખવી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડે જળ અભિયાન પ્રત્યે અનોખો ઉત્સાહ દર્શાવ્યો છે અને ત્યાં તાલુકામાં આ પ્રકારના કામોનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

સ્વૈચ્છિક અને સરકારી સંસ્થાઓ સાથેની આ બેઠકમાં કલેક્ટર ડો. ગુપ્તાએ કહ્યું કે રાજ્ય સરકારનું આ મહત્વનું અભિયાન છે. હાલમાં ઉનાળામાં ખાલી થયેલા જળાશયો, ચેકડેમો, ખેતતલાવડી તથા વન તલાવડીઓમાંથી કાંપ કાઢી ઉંડા ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને આ માટી ખેડૂતોને નિઃશુલ્ક આપવામાં આવશે. ખેડૂત પોતાનું વાહન લઇ પોતાના ખેતર-વાડીના ઉપયોગ માટી લઇ જઇ શકશે. તદ્દઉપરાંત, આ માટી સરકારી કામોમાં પણ વાપરી શકાશે.

તેમણે ઉમેર્યું કે, જળાશયોમાંથી કાંપ કાઢવાની કામગીરી થતાં તેની સંગ્રહશક્તિમાં વધારો થશે. રાજ્ય સરકારનો હેતું આ જ છે. જળાશયોની સંગ્રહશક્તિમાં વધારો થતાં આખરે કૃષિ ક્ષેત્રને જ ફાયદો થશે. એટલે, આ અભિયાનમાં વધુમાં વધુ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાય એ જરૂરી છે.જળાશયોમાંથી નીકળતી માટી વધુ ફળદ્રુપ હોય છે. કારણ કે, આ માટીમાં વિવિધ પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે. જે કૃષિપાકો માટે ખૂબ જ ઉપયોગી હોય છે. ખેતર કે વાડીમાં આ માટી પાથરવાથી તેમાં પોષક તત્વોનો વધારો થાય છે. એટલે, ખેડૂતો વધુમાં વધુ આ માટી લઇ જાય એવી એમણે જાહેર અપીલ કરી છે.

માટી લઇ જતાં ખેડૂતોને કંઇ પરેશાની ન થાય એ માટે પોલીસ તંત્ર અને ખાણ ખનીજ વિભાગને સૂચના આપી દેવામાં આવશે. આ કામગીરીમાં સંપૂર્ણપણે પારદર્શિતા રહે એ માટે તપાસની વિશેષ વ્યવસ્થા ઉભી કરી ફ્લાઇંગ સ્ક્વોર્ડની રચના કરવામાં આવશે. બીજી બાજું, સ્વૈચ્છિક સંસ્થાઓ અભિયાન પૂર્ણ થાય બાદ પણ પોતાની રીતે કામગીરી ચાલુ રાખી શકશે. ગામડાની સહકારી મંડળીઓ પોતાના અનામત ભંડોળમાંથી આ કામ કરી શકે એ માટે આદેશ જારી કરવા જિલ્લા રજીસ્ટ્રારને સૂચના આપી દેવામાં આવશે.

ગોંડલમાં તાલુકામાં આ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા તાલુકાના તમામ ગામોમાં યાર્ડ પોતાના ખર્ચે જળાશયોમાંથી કાં૫ કાઢવાની કામગીરી કરશે. એ જ રીતે લોધિકા તાલુકાના તમામ ગામોમાં રાજકોટ-લોધિકા સહકારી સંઘ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવશે. રાજકોટ ડેરી અને રાજકોટ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા જેતપુર, જામકંડોરણા, ઉપલેટા અને ધોરાજીમાં જળ અભિયાન ચલાવવામાં આવશે. જસદણ, વિંછીયા અને પડધરી તાલુકામાં સહકારી સંસ્થાઓનો સહયોગ લેવામાં આવશે. આ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ પણ જળ અભિયાનમાં જોડવા માટે આગળ આવી છે.
First published: April 23, 2018, 8:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading