ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસને પોતાના પક્ષના જ કેટલાક નારાજ સભ્યોની પક્ષ વિરોધી પ્રવૃત્તિના કારણે તેમણે સસ્પેન્ડ કરવા પડ્યા છે.
મળતી માહિતી મુજબ, કોંગ્રેસ દ્વારા રાજ્યની તમામ વિધાનસભા બેઠક માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા, ત્યારબાદ ઉમેદવારોએ જેતે બેઠક પરથી ઉમેદવારી નોંધાવી. મહત્વની વાત એ છે કે, કોંગ્રેસના કેટલાક સભ્યોને ટિકિટ મળવાની આસા હતી, પરંતુ ટિકિટ મળતા રીતસર પક્ષનો વિરોધ કરવા લાગ્યા, અને પક્ષના જ સભ્ય સામે ચૂંટણીમાં ઝંપલાવવાનો નિર્ણય લીધો, જેમાં લિંમડી બેઠક પરથી મહેશ મજેઠીયા, પ્રાતિજથી રાજેન્દ્રસિંહ ઝાળા, કાંકરેજથી લેંબુજી ટાકોર, થરાદથી માવજીભાઈ પટેલ અને લુણાવાડાથી રતનસિંહ રાઠાડે પક્ષ સામે બાંયો ચઠાવી.
કોંગ્રેસ દ્વારા આ તમામ પાંચ સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચે સભ્યોને 6 વર્ષ માટે કોંગ્રેસના સભ્ય પદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા.
બીજીબાજુ, બોટાદમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. બોટાદ જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસ માલધારી સેલના જિલ્લા પ્રમુખ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો પટકો પડ્યો છે. કોંગ્રેસ છોડી ભાજપ સાથે હાથ મિલાવનાર આ સભ્યને તુરખા ગામે એક સંમેલનમાં ભાજપના નેતા સૌરભ પટેલે કેસરીયો ખેસ પહેરાવી આવકાર્યા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Assembly election 2017, Gujarat Election 2017, કોંગ્રેસ, ગુજરાત કોંગ્રેસ