Home /News /kutchh-saurastra /

તળાજાના કોંદીયા ગામે નીલગાયનો શિકાર; બે ફરિયાદ દાખલ

તળાજાના કોંદીયા ગામે નીલગાયનો શિકાર; બે ફરિયાદ દાખલ

પ્રતિકાત્મક તસવીર

કોઇ અજાણ્યા ઇસમે નીલગાયનો શિકાર કર્યાનું જાણમાં આવતા હાથ ધરેલી તપાસમાં બાવળ વચ્ચે છુપાવેલી જામગરી બંદૂક પણ મળી આવી હતી.

    તળાજા: ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકાનાં કોદીયા ગામે બે દિવસ પહેલા નીલગાયનો શિકાર થયાની બાતમી મળતા તળાજા વન વિભાગે હાથ ધરેલી તપાસમાં બાવળના જંગલમાંથી એક જામગરી બંદૂક મળી આવતા અજાણ્યા ઈસમ વિરુદ્ધ શિકાર કરવો અને દેશી બંદૂક રાખવાના ગુના સબબ વન વિભાગ અને દાઠા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ બે ફરિયાદ નોંધાઇ છે.

    દાઠા પોલીસ મથકમાં તળાજા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ.કે. મકવાણાએ અજાણ્યા ઈસમ વિરુદ્ધ નોંધાવલી ફરિયાદમાં કોદીયા ગામની સીમમાં બગડ ડેમના કિનારે ગૌચર વિસ્તારમાં તારીખ 14 જુલાઇના રોજ નીલગાયનો શિકાર કરવામાં આવ્યો હતો.

    કોઇ અજાણ્યા ઇસમે નીલગાયનો શિકાર કર્યાનું જાણમાં આવતા હાથ ધરેલી તપાસમાં બાવળ વચ્ચે છુપાવેલી જામગરી બંદૂક પણ મળી આવી હતી.

    જાણકારો કહે છે કે, છેલ્લા ઘણા સમયથી તળાજા વિસ્તારમાં નીલગાયનાં શિકારની ઘટનાઓ વધી રહી છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Complaints, Forests, Wildlife crime, પોલીસ`, ભાવનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन