શેત્રુંજી ડેમમાં નર્મદાના પાણીના વધામણા, CMએ કહ્યું- દુકાળને ભૂતકાળ કરવાનું કામ અમે કર્યું

News18 Gujarati
Updated: March 7, 2019, 11:42 AM IST
શેત્રુંજી ડેમમાં નર્મદાના પાણીના વધામણા, CMએ કહ્યું- દુકાળને ભૂતકાળ કરવાનું કામ અમે કર્યું
ફાઇલ તસવીર: વિજય રૂપાણી

સીએમ રૂપાણીએ નર્મદાના નીર બદલ ભાવનગરની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સૌની યોજના હેઠળ ભાવનગરના શેત્રુંજી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવ્યું છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી નર્મદાના પાણીના વધામણાં કરવા પહોંચ્યા હતા. સાથે જ તેમણે અહીં સભા પણ સંબોધી હતી. સીએમ રૂપાણીએ નર્મદાના નીર બદલ ભાવનગરની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપરાંત તેમણે સંબોધન દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

વિજય રૂપાણીએ કહ્યું હતું કે, મોદીને મૂંગેરીલાલ કહેનારા સપના પણ જોઈ શકતા નથી. તેમણે કોંગ્રેસને સવાલ કર્યો કે, કેમ નર્મદા ડેમ જે-તે સમયે પૂરો ન કર્યો? દુકાળને ભૂતકાળ કરવાનું કામ અમે કરીએ છીએ. સાથે જ તેમણે ભાવનગરની જનતાને નર્મદાના પાણીનું સદઉપયોગ કરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, આ સૌની યોજનાનો આવનારા દિવસોમાં આસપાસના વધુને વધુ વિસ્તોરોને લાભ મળશે. નર્મદાનું પાણી અહીં સુધી પહોંચી ગયું છે. આ પાણીના ટીપે ટીપાનો સદઉપયોગ કરીએ. તેને વેડફીયે નહીં.

સાથે જ તેમણે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂતો અને ગરીબો માટે કરેલા કામોની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, નરેદન્દ્ર મોદીની સરકારે સાડા ચાર વર્ષમાં ખેડૂતો, ગરીબો અને જરૂરિયાત મંદ લોકો માટે કામ કર્યું છે.

આ પણ વાંચો: 10-12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ, કુલ.18.50 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

રૂપાણીએ કહ્યું કે, અમારી સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં સાડા આઠ હજાર કરોડમાં ટેકાના ભાવે ખરીદી કરી છે. મધ્યવર્ગ મોંઘવારીમાં પીસાય નહીં તેનું સરકાર ધ્યાન રાખે છે. રૂપિયાના બદલે સવા રૂપિયાનું કામ થાય તે દિશામાં સરકાર કામ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગરના શેત્રુંજી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવા માટે 125 કિલોમીટર લાંબી લાઇન નાંખવામાં આવી છે. આ કામ બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું છે.
Published by: Azhar Patangwala
First published: March 7, 2019, 11:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading