ભાવનગરઃ યુવકે યુવતીનું બાવડું પકડીને કરી અભદ્ર માંગણી અને પછી ...

News18 Gujarati
Updated: March 9, 2019, 3:30 PM IST
ભાવનગરઃ યુવકે યુવતીનું બાવડું પકડીને કરી અભદ્ર માંગણી અને પછી ...
હેડફોન મોડી રાતના સમયે જો તમે કોઇ કેબમાં બેઠા હોવ તો તે વિષેની જાણકારી તમારા પરિવારને આપો. સાથે જ કેબમાં કે રસ્તામાં એકલા ચાલતા એક સાઇડ હેડફોનનો લગાવો. જેથી જરૂરીયાતના સમયમાં તમે કોઇને ફોન કરી શકો.

ભાવનગર જિલ્લાના તળાજા પંથકના પાદરી (ગો) ગામે નારી સન્માનનું હનન કરતી એક શરમજનક ઘટના બની હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ભાવનગર જિલ્લાના તળાજા પંથકના પાદરી (ગો) ગામે નારી સન્માનનું હનન કરતી એક શરમજનક ઘટના બની હતી. જેમાં ગામમાં રહેતી અને ખેતમજૂરી કરતી યુવતીને આ જ ગામના શખ્સે અણછાજતી માંગણી કરી બાવડું પકડતાં તેને તાબે ન થઇ ઘરે ભાગી જતાં શખ્સના પરિવારે તેણીના ઘરે જઇ યુવતી અને તેના ભાઇ ઉપર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે પોલીસને જાણ કરતા ત્રણને પકડી લીધા હતા.

મળતી માહિતી પ્રમાણે તળાજા વિસ્તારના ગામડાઓમાં કાયદાનો ડર ન હોય તેમ પાદરી (ગો) ગામે રહેતી અને ખેત મજૂર યુવતીનું આ જ ગામના રાજુ નામના ઇસમે બાવડું પકડી અભદ્ર માંગણી કરી તેને તાબે થવા બળજબરી કરી હતી.

પરંતુ યુવતીએ બાવડું છોડાવી દોડીને ઘરે પહોંચી જતા તેમની પાછળ બાવડું પકડનાર રાજુ, જીણા ગોવિંદભાઇ, રમેશ અને રાજુની માતા હીરાબેને યુવતીના ઘરે આવી યુવતી અને તેના ભાઇ ઉપર લાકડી વડે હુમલો કરી લોહિયાળ ઇજા પહોંચાડી હતી. આ હુમલામાં ઇજાગ્રસ્ત ભાઇ અને બહેનને તળાજા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

આ પણ વાંચોઃ-'તારે અમારી છોકરી સાથે પ્રેમ સંબંધ રાખવો નહીં નહીંતર તારું ખૂન કરી નાખીશું'

જ્યારે આ ચકચારી બનાવને લઇને તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાતા ત્રણે જણાને પકડી પાડ્યા છે. પોલીસે રાજુ ઝીણાભાઇ બાંભણિયા, ઝીણા ગોવિંદભાઇ બાંભણિયા, રમેશ ઝીણાભાઇ બાંભણિયાની પોલીસે ધરપકડ કહી હતી.
First published: March 9, 2019
વધુ વાંચો
अगली ख़बर