ભાવનગરઃ બોરતળાવ વિસ્તારમાં યુવકની છરી વડે કરાઇ હત્યા

News18 Gujarati
Updated: May 8, 2019, 4:20 PM IST
ભાવનગરઃ બોરતળાવ વિસ્તારમાં યુવકની છરી વડે કરાઇ હત્યા
ઘટના સ્થળની તસવીર

ભાવનગરના બોરતળાવના સ્ત્રાવ વિસ્તરામાં યુવાનની છરી વડે હત્યા કરવામા આવી હતી.

  • Share this:
ચિરાગ ત્રિવેદી, ભાવનગરઃ ભાવનગરમાં યુવકની છરી વડે હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને આગળની કાર્યવાહી હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે ભાવનગરના બોરતળાવના સ્ત્રાવ વિસ્તરામાં યુવાનની છરી વડે હત્યા કરવામા આવી હતી. આ વિસ્તારમાં યુવકની છરી વડે હત્યા રાયેલી લાશ મળી આવી હતી. સાથે સાથે મૃતદેહ પાસે એક એક્ટિવા પણ મળી આવ્યું છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ અજાણ્યા યુવકની ઓળખ કરવાની તજવીજ હાથધરવામાં આવી છે. અને તેની પાસે મળેલી એક્ટિવાનો નંબર GJ 04 CN 9770 છે. અને આ એક્ટિવા કોની છે એ પણ તપાસનો વિષય છે.

ઘટનાની જાણ થતાં જ બોરતળાવ પોલીસ સ્ટેશનના પીઆઇ અને સ્ટાફ સ્થળ ઉપર દોડી ગયા હતા. આ યુવક સરદારનગરમાં સ્ટેશનરીમાં કામ કરતો હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. યુવાનના શરીર ઉપર છીના ઘા મારેલી ઇજાઓ દેખાય છે.

ઉલ્લેખનીય છે કે, બોરતળાવ સ્ત્રાવ વિસ્તાર લવર પોઇન્ટ તરીકે જાણીતો છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથધરી છે.
First published: May 8, 2019, 3:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading