ભાવનગર : ભારતીબેન પોતાનો જ રેકોર્ડ તોડી મેળવી જીત

News18 Gujarati
Updated: May 23, 2019, 2:50 PM IST
ભાવનગર : ભારતીબેન પોતાનો જ રેકોર્ડ તોડી મેળવી જીત
ભાવનગર બેઠકનું ગ્રાફિક્સ

ગુજરાતની ભાવનગર લોકસભા બેઠક ઉપર ભાજપની જીત થઇ છે. ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળે જંગી મતો સાથે વિજય મેળવ્યો છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ગુજરાતની ભાવનગર લોકસભા બેઠક ઉપર ભાજપની જીત થઇ છે. ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળે જંગી મતો સાથે વિજય મેળવ્યો છે. મતગણતરી પૂર્ણ થયા પહેલા જ ભારતીબેનને 296739 લીડ સાથે આગળ રહ્યા હતા. કોગ્રેસના ઉમેદવાર મનહર પટેલની કારમી હાર થઇ હતી. જિલ્લાના કુલ મતદાન 1032110 મતદારોએ મત આપ્યો હતો. જેમાંથી ભારતીબેનને 579991 મત તો મનહર પટેલને 283252 મત મળ્યા હતા.

ભાવનગર ભાજપ દ્વારા જીતના પગલે વિજય સરઘસ કાઢવાનું નક્કી કર્યુ છે તો વિજય સરઘસનો રૂટ પણ જાહેર કરવામાં આવ્યો હતો. મતગણતરી સેન્ટરથી ત્રણ કલાકે વિજય સરઘસ કાઢવાનું ભાજપ તરફથી જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે બેઠક ભારતીબેને શિયાળે પોતાની લીડ તોડી છે. વર્ષ 2014માં 295044ની લીડને પાર કરી ગયા હતા. જોકે, હજી મતગણતરી પૂર્ણ થયા પહેલા 315949ની લીડ મેળવી છે. આમ ભારતીબેને પોતાની લીડનો રેકોર્ડ તોડ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી ભાવનગર ભલે ઐતિહાસિક અને ઉદાત્ત રાજવીઓની દૃષ્ટિથી વિકસિત રહી હોય પરંતુ આઝાદી બાદ ભાવનગરમાં અલંગ શિપબ્રેકીંગ યાર્ડ સિવાય ભાગ્યેજ કોઈ ઉદ્યોગ અહીં વિકસ્યો છે ! લગભગ તમામ દૃષ્ટિએ 'Disconnect'ની સ્થિતિને સહન કરતા આ લોકસભાની બેઠક પર આ વખતે પ્રથમવાર કોળી અને પટેલ વચ્ચે જંગ જામ્યો હતો.

આ પણ વાંચોઃ-બેઇમાનીએ ભાજપને જીતાડ્યુંઃ હાર્દિક પટેલ ; અલ્પેશ કહ્યુ- ગરીબોની જીત

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભાવનગર વિકાસ મામલે પાછળ રહી ગયો છે તે સહુ સ્વીકારે છે ત્યારે તેમાં 'દિલ્હી દરબાર' અને ભાવનગરના ચુંટાયેલા પ્રતિનિધીઓનો પણ દોષ ગણવો રહ્યો. જો કે આ વખતની ચુંટણીમાં સ્થાનિક મુદ્દાઓને બદલે રાષ્ટ્રીય મુદ્દા અને ચોર-ચોકિદારવાળી બાબતો જ મહત્વની છે.પાટીદાર અનામત આંદોલન પછીના બદલાયેલા પરિબળો, બોટાદ જિલ્લાનો આ બેઠકમાં સમાવેશ તથા અન્ય સમાજની પણ નારાજગી સહિતના પરિબળોને ધ્યાન લઈ કોંગ્રેસે મનહર પટેલને મેદાનમાં ઉતારી સાત ટર્મથી આ બેઠક પર કબજો ધરાવનાર ભાજપ માટે મજબુત પડકાર ફેંકયો હતો.
First published: May 23, 2019, 2:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading