ભાવનગર યુનિ. સામે વિદ્યાર્થીનો ગુસ્સો ભભૂક્યો, 'અમે કંઇ કેમેસ્ટ્રી લેબનાં કેમિકલ નથી'

News18 Gujarati
Updated: October 6, 2019, 3:46 PM IST
ભાવનગર યુનિ. સામે વિદ્યાર્થીનો ગુસ્સો ભભૂક્યો, 'અમે કંઇ કેમેસ્ટ્રી લેબનાં કેમિકલ નથી'
વીડિયોમાંથી લીધેલી તસવીર

'હું છું ભાવનગર યુનિવર્સિટીનો ગળા સુધી ત્રાસી ગયેલો એક વિદ્યાર્થી.'

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : ભાવનગર યુનિવર્સિટીનાં કંટાળેલા વિદ્યાર્થીનો એક વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે પોતાની આપવીતી જણાવે છે અને આ વીડિયો યુનિવર્સિટીનાં અધિકારીઓ સુધી પહોંચે અને તેમની આંખો ઉઘડે કે આવું ન કરાય.

આ વીડિયોમાં વિદ્યાર્થી જણાને છે કે, 'હું છું ભાવનગર યુનિવર્સિટીનો ગળા સુધી ત્રાસી ગયેલો એક વિદ્યાર્થી. રામ ભરોશે જ આ આખી યુનિવર્સિટી ચાલે છે ભાઇ. કારણ કે કોઇને સેન્સ જ નથી કે કઇ રીતે પરીક્ષાનાં ટાઇમ ટેબલ મુકવા. વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે શું અને કઇરીતે ચેડા કરવા તે શીખવું હોય તો ભાવનગર યુનિવર્સિટીમાં આવી જજો.'

વધુમાં વિદ્યાર્થી કહી રહ્યો છે કે, 'હું તો વિદ્યાર્થીઓને ત્રણ વર્ષથી કહેતો આવું છું કે જો તમારે પોતાનું ભવિષ્ય સુધારવું હોય તો ભાવનગર યુનિ.માં એડમીશન ન લેતા. ભવિષ્ય બગાડવું હોય તો અહીં આવજો. કારણ એક પરીક્ષાનાં એક પરીક્ષાનાં ટાઈમ ટેબલમાં 3-3 વખત ફેરફાર કરે છે. તો તમે વિચારો આ યુનિવર્સિટી કેટલી હદે નીચી છે.'

આ પણ વાંચો : અમદાવાદમાં 1.90 લાખનું પાર્ટી ડ્રગ્સ ઝડપાયું, મહિલા અને યુવકની ધરપકડ

વિદ્યાર્થી પોતાની વ્યથા ઠાલવતા કહે છે કે, 'અમે કંઇ કેમિસ્ટ્રી લેબનાં કેમિકલ નથી કે તમે આ બધા અમારા માથે પ્રયોગો કરો છો. વિદ્યાર્થીઓનું યુનિયન ધારે તે કરી શકે છે. પરંતુ અમારે કોઇને હેરાન કરવા નથી. જો તમારામાં યુનિવર્સિટી હાંકવાની ત્રેવડ ન હોય તો રહેવા દો. યુનિ. બંધ કરી દો નહીંતર અધિકારીઓ બદલી દો. વિદ્યાર્થીઓ આવું હવે નહીં ચલાવે.'
First published: October 6, 2019
વધુ વાંચો
अगली ख़बर