Home /News /kutchh-saurastra /

ભાવનગર: 2 કરોડના ખર્ચે બનેલ તળાજા એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું

ભાવનગર: 2 કરોડના ખર્ચે બનેલ તળાજા એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું

    ભાવનગર જિલ્લાના તળાજા ખાતે રૂપિયા 2 કરોડ 12 લાખના ખર્ચે તૈયાર થયેલ એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ રાજ્યકક્ષાના પરિવહન મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું.

    ભાવનગર જિલ્લાના તળાજા ખાતે રૂપિયા 2 કરોડ 12 લાખના ખર્ચે તૈયાર થયેલ એસટી બસ સ્ટેશન લોકાર્પણ રાજ્યકક્ષાના પરિવહન મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવા બંધાયેલા બસ સ્ટેશનને પ્રિકાષ્ટ મોડેલથી તૈયાર કરવામાં આવ્યું છે અને દિવ્યાંગો માટે અલગ સ્લોટ અને શૌચાલયો બનાવવામાં આવ્યા છે.

    તેમજ મહિલાઓ માટે અલગથી આરામ ગૃહની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક પ્રકારના જેવા કે પેપર, રમકડાં, કેન્ટીન સહીતના સ્ટોલો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે અને અહીંના ડેપોને જીપીએસ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યો છે.

    જેનાથી કોઈ પણ બસની આવા ગમનની નોંધણી કરવાની જરુરત રહેતી નથી અને બસ વહેલા કે મોડી હોય તો ફરજ પરના કર્મચારીએ ખુલાસો આપવો પડશે. આ પ્રસંગે ભાવનગર તળાજાના ભાજપના આગેવાનો, તળાજાના ધારાસભ્ય, એસટી વિભાગના કર્મચારીઓ તથા ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા રહ્યાં હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: ST Depot, Talaja, ભાવનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन