ભાવનગર : શાળાની બસમાંથી ઉતરતી વખતે વિદ્યાર્થિની પર ટાયર ફરી વળ્યું, મોત

News18 Gujarati
Updated: February 15, 2020, 12:16 PM IST
ભાવનગર : શાળાની બસમાંથી ઉતરતી વખતે વિદ્યાર્થિની પર ટાયર ફરી વળ્યું, મોત
આ ઘટનાનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે.

બસ ડ્રાઈવરે ફૂલ સ્પિડે બસ હંકારતા ધોરણ 2માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની બસનાં ટાયર નીચે આવી ગઈ હતી.

  • Share this:
ભાવનગર : એક ઘણો જ ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરૂકુલની સ્કૂલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું શાળાની બસનાં ટાયર નીચે આવતા મોત નીપજ્યું છે. કુલસર ઓદરકા ગામની આ ઘટના છે. ચિત્રા સ્વામિનારાયણ ગુરૂકુલની સ્કૂલ બસમાંથી વિદ્યાર્થિની નીચે ઉતરી રહી હતી. ત્યારે બસ ડ્રાઈવરે ફૂલ સ્પિડે બસ હંકારતા ધોરણ 2માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની બસનાં ટાયર નીચે આવી ગઈ હતી. જ્યાં ઘટના સ્થળે જ 7 વર્ષની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. આ આખી દુર્ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ દુર્ઘટનાને કારણે બાળકીનાં પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.

સાત વર્ષની માસૂમને ટક્કર મારીને શાળાની બસનો ડ્રાઇવર ફરાર થઇ ગયો છે. ગઇકાલે બનેલી આ ઘટનામાં આજે બીજે દિવસે પણ પરિવારે બાળકીનો મૃતદેહ સ્વીકાર્યો નથી. પરિવારે બસનાં ડ્રાઇવર પર આરોપ લગાવ્યો છે કે, બસ ડ્રાઇવર નશાની હાલતમાં હતો. અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ. અમને જલ્દી ન્યાય મળવો જોઇએ. જ્યાં સુધી ફરાર ડ્રાઇવરની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ.

આજે બીજે દિવસે પણ પરિવારે બાળકીનો મૃતદેહ સ્વીકાર્યો નથી


આ અંગે સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજનાં આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : મોંઘેરા મહેમાન 'ટ્રમ્પ' : બનાસકાંઠાનાં ઢોલ,સૌરાષ્ટ્રનાં શંખ, ગરબા સાથે થશે સ્વાગત

થોડા દિવસ પહેલા ભાવનગરમાં વિદ્યાર્થીનીનું બસમાંથી પટકાતા મોત નિપજ્યુ હતુ. ચાલુ બસમાંથી 14 વર્ષીય વિદ્યાર્થીની પટકાતા મોત થયું હતું. શાળા બસ ચાલકે બેફામ બસ ચલાવતા વિદ્યાર્થિની પટકાઇ હતી. વાળુકડ માધ્યમિક શાળાની બસમાં ઠસોઠસ વિદ્યાર્થી ભર્યા હતા જેને કારણે આ ઘટના ઘટી હતી.

 
First published: February 15, 2020
વધુ વાંચો
अगली ख़बर