ભાવનગર એસઓજીએ 22 કિલો ગાંજા સાથે એકને ઝડપ્યો

News18 Gujarati
Updated: June 23, 2019, 8:59 PM IST
ભાવનગર એસઓજીએ 22 કિલો ગાંજા સાથે એકને ઝડપ્યો
પ્રતિકાત્મક તસવીર

નારીગામમાં રહેતા હસમુખભાઈ કરસરનભાઈ મોરડીયાના ઘરે રેડ કરતા રૂ. 1.28 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો

  • Share this:
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશન અને મુખ્ય પોલીસ અધિકારી દ્રારા ગુજરાત રાજ્યમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા અંગેની એક ખાસ ડ્રાઇવનું આયોજન ચાલી રહ્યું છે, ત્યારે ભાવનગર એસઓજીની ટીમે નારીગામથી 22 કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર એસઓજીની સ્ટાફને બાતમી મળી હતી કે, નારીગામમાં એક વ્યક્તિ ગેરકાયદે ગાંજોનો વ્યવસાય કરે છે. જેને લઈ મોડી સાંજે એસઓજીની ટીમે નારીગામમાં રાંદલમાની દેરી પાસે આવેલા ઝાળી ફળીયામાં એક રહેણાંક મકાનમાં રેડ કરી. જ્યાંથી ટીમને 21.420 કિલો ગ્રામ, 1,28,520 રૂપિયાની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો.

એસઓજી ટીમ દ્વારા મળતી માહિતી અનુસાર, નારીગામમાં રહેતા હસમુખભાઈ કરસરનભાઈ મોરડીયાના ઘરે રેડ કરતા રૂ. 1.28 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. હાલમાં આરોપીની ધરપકડ કરી NDPS એક્ટ તળે કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.
First published: June 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading