ભાવનગરમાં ન્યાય યાત્રાના સમાપન પસંગે પાટીદાર નેતા હાર્દિક પટેલે સંબોધન શરૂ કર્યુ ત્યારે હાર્દિક હાર્દિકના નારા સાથે ઉપસ્થિત લાખો પાટીદારોએ વધાવ્યો હતો.
હાર્દિક પટેલે પણ ઉપસ્થિત જન મેદનીનો આભાર વ્યક્ત કરી સંબોધન કરતા કહ્યું હતું કે, ટોળા સિંહના ન હોય બકરીઓના હોય, આપણે રોવાનું ન હોય સામનો કરવાનો હોય. ભાવનગરની પ્રજાને નમન કરું છું. બોટાદથી ભાવનગર સુધીની 60 કિલો મીટરની ન્યાય યાત્રામાં લોકોને અમે અનામત શા માટે માગીએ છીએ, માડવી હત્યા શા માટે, ગુજરાતમાં પાટીદારોના 14 યુવકોની હત્યા શા માટે, માતા-બહેનોને નિર્દોશ રીતે અત્યાચાર શા માટે આ તમામ મુદ્દે અમે સરકાર પાસે ન્યાય માગીએ છીએ.
પાટીદારોની આ ન્યાયસભાને નિષ્ફળ બનાવવા માટે સરકાર અને પાટીદારોએ અથાગ પ્રયાસો કર્યા પરંતુ નિષ્ફળ નીવડ્યા છે.
હાર્દિક પટેલે શું કહ્યુ જાણો
અમે ઘઉ-ચોખા લેવા લડાઇ નથી લડતા
અમે અમારાઓ સામે જ અનામતની લડાઇ લડવા નીકળ્યા છીએ,સમાજના યુવકોને રોજગારી માટે લડાઇ લડી રહ્યા છીએ
પારકા સામે લડ્યા હોત તો ક્યારનું ય મળી ગયું હોત
44 ધારાસભ્યોને સમાજ ફેકી દે, નહી તો આખા સમાજને ખરાબ કરશે
માની પેટમાં 9 મહિના રહ્યો છું, સરકારે મને 9 મહિના અને 4 દિવસજેલમાં રાખ્યો છે
અભિમન્યુની જેમ કરી બતાવીશ
114 જણાએ ટોલુ કરાવી ભાજપના નામનું સુવાળુ ઉતાર્યુ છે.
અનામતની લડાઇ કોઇ વ્યક્તિ ગત કે કોઇ એક સમાજની નથી
આ લડાઇ પાટીદારો, દલિત,ક્ષત્રિય, બ્રાહ્મણ સહિત દરેક સમાજની છે
હાર્દિક પટેલે સંબોધનમાં ભાવનગરના રાજાને યાદ કર્યા
ભાવનગર બિહારથી પણ બદતર થઇ ગયું છે
આપણી મહિલા પર બળાત્કાર થયો પરંતુ આપણે ન્યાય પણ ન અપાવી શક્યા
આપણે શુન્ય થઇ ગયા એ સ્વિકારવું પડશે
આપણી અનામત માત્ર અનામત પુરતી નથી પરંતુ આવનારી પેઢીના ભવિષ્ય માટે સન્માનથી જીવવાની લડાઇ છે
કમળમાં ખાંડ નાખેલુ જ્યુસ પીધેલા બોલતા તમે આનંદી બહેનને હટાવી દીધા
હું કહુ છું તો કેશુબાપા કઇ જાતીના હતા
કેશુબાપાની દેનને સ્વીકારવું પડશે પરંતુ તેમના માટે આપણે કઇ ન કરી શક્યા
--
મોદી પર પ્રહાર કરતા હાર્દિક પટેલ શું કહ્યુ જાણો
ભાવનગરમાં મેડિકલ ભરતીનું મોટુ કૌભાંડ ચાલે છે
એમજે સોલંકી નામના વ્યક્તિએ બોગસ ભરતી કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યુ છે
હું કોઇ એક સમાજ પર નથી કહેતો
અનામતની લડાઇ પટેલ ભલે લડે પરંતુ તેનો ફાયદો તમામ શ્રવણ સમાજને ઉઠાવવાનો છે
અમે એસસી-એસટી અને ઓબીસીનો વિરોધ પણ નથી કરતા
પરંતુ શ્રવણનો ગરીબ દિકરો તનતોડ મહેનત કરે અને તેને કોલ લેડર ન આવે તેનો છાતી ઠોકી વિરોધ કરીએ છીએ
આનંદીબહેને નાબુદ કરેલા ટોલટેક્સ નેશનલ હાઇવે પર મોદીએ ચાલુ કર્યા
પાટીદારોનો વિરોધ કરનારને સરકાર સારી પોસ્ટ આપે છે
હું જ્યા જવું ત્યા બીજા દિવસે ભાજપ મંત્રી મોકલે છે
ભાજપ ગુંડા ગર્દીથી લડવા માગતી હોય તો પણ અમે તૈયારઃહાર્દિક પટેલ
અમે પોલીસના વિરોધી નથી પરંતુ યાદ રાખે પાંચ વર્ષે સરકાર બદલાશે, પટ્ટા તમારા ઉતરી જશેઃહાર્દિક પટેલ
એસપી હોય કે કલેક્ટરએ જનતાના સેવક છે,મારા સાહેબ નથીઃહાર્દિક પટેલ
તેમણે મારો અવાજ સાંભળવો પડશે અને ન્યાય પણ આપવો પડસેઃહાર્દિક પટેલ