આ અંતર્ગત દેવરાજ ઉનાવાના ઘરે તેઓના ભાઇ રમેશભાઇ, તેના બંને દિકરા કનુભાઇ, દિનેશભાઇ અને ભત્રીજા કૌશીકભાઇ ઠપકો આપવા જતા જીતુ દેવરાજ અને તેમના પરિવારે એકસંપ થઈ આ વખતે આ લોકોને જીવતા રહેવા દેવા નથી, મારી નાખાશું તેમ કહી ઘરમાંથી છરી જેવા તિક્ષ્ણ હથિયાર લાવ્યા અને રમેશભાઇના પેટના ભાગે ઝીંકી દઇ સાથે દિકરા કનુભાઇ, દિનેશભાઇ અને ભત્રીજા કૌશીકભાઇને પણ આડેધડ છરીના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી નાસી છુટયા હતાં.
આ હુમલા બાદ ઘાયલ પિતા અને બે પુત્ર તથા ભત્રીજાને તાત્કાલિક સારવાર અર્થે ગારિયાધાર સરકારી હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે રમેશભાઇને મૃત જાહેર કર્યાં હતાં. જ્યારે તેના બંને દિકરા અને ભત્રીજાને ભાવનગર સારવાર અર્થે ખસેડયાં હતાં. ફરિયાદના આધારે ગારિયાધાર પોલીસે ચારેય શખ્સ સામે આઇપીસી ૩૦૨, ૩૨૬, ૩૨૪, ૧૧૪, ૩૪ તેમજ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.