તળાજા તાલુકાના ગામોની કિશોરીઓ-મહિલાઓ માટે માસિક આરોગ્ય મેળાની થઈ ઉજવણી

News18 Gujarati
Updated: May 30, 2019, 3:24 PM IST
તળાજા તાલુકાના ગામોની કિશોરીઓ-મહિલાઓ માટે માસિક આરોગ્ય મેળાની થઈ ઉજવણી
28 મેના રોજ વિશ્વ માસિક આરોગ્ય દિવસની ઉજવણી, 150 જેટલી બહેનોએ ભાગ લીધો

28 મેના રોજ વિશ્વ માસિક આરોગ્ય દિવસની ઉજવણી, 150 જેટલી બહેનોએ ભાગ લીધો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : સમગ્ર વર્ષ દરમ્યાન જુદા જુદા વિષયો માટે વિશેષ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અન્વયે મહિલાઓમાં કિશોરાવસ્થા થી બેસતા માસિક ચક્રની વૈજ્ઞાનિક જાણકારી માટે 28 મેના રોજ વિશ્વ માસિક આરોગ્ય વ્યવસ્થાપન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તળાજામાં ટાટા ટ્રસ્ટ પ્રેરિત કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા સીએસપીસી દ્વારા આ દિવસની માસિક સ્વાસ્થ્ય મહોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો જે અંતર્ગત રામપરા રોડ પર આવેલ ગિરનારા સોની સમાજની વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

માસિક સ્વાસ્થ્ય મહોત્સવમાં તાલુકાના અર્બન હેલ્થ સેન્ટરના ડો. હેમાંગીબેન મકવાણા, તાલુકા આરોગ્ય કચેરીના તાલુકા હેલ્થ વીઝીટર રેણુબેન ઓઝા તેમજ આરોગ્યના આઈઇસી અધિકારી કેતનભાઈ પંડ્યા, મહિલા અને બાળ કલ્યાણના તાલુકા કક્ષાના મુખ્ય સેવિકા જયાબેન, મહિલા સામખ્યના કામાક્ષીબેન તથા સોનલબેન, બ્લોક રિસોર્સ સેન્ટરના બ્લોક રિસોર્સ કો-ઓર્ડિનેટર પંકજભાઈ દવે તથા સદવિચાર હોસ્પિટલના ડો. નિશાબેન વાળા મહાનુભાવો ઉપસ્થિત રહી સાહભાગી કિશોરીઓ અને મહિલાઓનું માર્ગદર્શન કર્યું હતું.

ડો. હેમાંગીબેને મહિલોમાં ઉંમરની સાથે થતાં ફેરફારો જેવા કે કિશોરીઓમાં માસિક શરૂ થવાની પ્રક્રિયા અંગે અને તેના વિશે સચોટ માહિતી બહેનો ને આપી હતી. જયાબેને મહિલાઓના શારીરિક પોષણ વિષયે તથા ભોજન બનાવતી વખતે શાકભાજી અને કઠોળ ને ધોવાથી તેમાં રહેલા તત્વો વહી જતાં હોય છે તો તેને ધોવાની યોગ્ય રીતે કેવી હોય તે બાબતે વાત કરી હતી.રેણુબેને તેમના આરોગ્ય ક્ષેત્રના વિશાળ અનુભવની વાત કરતાં જણાવ્યુ હતું કે ગામમાં મહિલાઓ આરોગ્ય કેન્દ્ર સુધી કે આશા વર્કર બહેનોને મળવામાં ઘણી વખત શરમ અનુભવતા હોય છે કે ગામમાં કોઈ જોવે તો શું વાતો કરશે પણ ખરેખર એવો કોઈ સંકોચ રાખ્યા વગર હવે સાચી માહિતી મેળવવી ખુબજ જરૂરી છે, તેમણે વર્તમાન સમયમાં વધી રહેલી ખાણીપીણીના લીધે કિશોરીઓમાં અમુક પ્રકારના તત્વોની ઉણપ જોવા મળતી હોય છે આ તકે કિશોરીઓને આયર્નની ટીકડીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને તેના વિષે માહિતી આપી હતી.

આ પ્રસંગે, મહિલા સામખ્ય અંતર્ગત ચાલતી વિવિધ મહિલાલક્ષી યોજનાઓની જાણકારી આપી હતી. પંકજભાઇએ સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ કિશોરીઓના શિક્ષણ માટેની યોજનાઓની વાત કરી હતી. ડો. નિશાબેને મહિલાઓના માસિક અને આરોગ્યને લગતા પ્રશ્નોને વ્યક્તિગત રીતે બેઠક કરી તેમની મૂંઝવણોને દૂર કરવા માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમમાં રોયલ તથા પસવી ગામની કિશોરીઓએ માસિક આરોગ્ય અંગે નાટક દ્રારા સંદેશ આપ્યો હતો તથા સીએસપીસી સંસ્થાની કાર્યકર બહેનો દ્વારા વિડીયો, પેડમેન ફિલ્મ વગેરેના માધ્યમથી ઉપરાંત કાર્યક્રમ હાજર રહેલ સૌ બહેનોમાં રહેલી શક્તિ ખીલે તે જુદી જુદી રમતો જેવી કે લીંબુ ચમચી, મટકા ફોડ, કોથળા દોડ,માસિક ચક્રને સાંકળીને કાંડામાં પહેરવાનું મોતીઓનું બ્રેસલેટ બનાવવું વગેરે જેવી પ્રવૃતિઓમાં બહેનેઓએ ખુબજ ઉત્સાહથી ભાગ લીધો હતો.

આ તબક્કે બહેનોને પ્રદર્શનના માધ્યમથી પણ માસિક ચક્રને લગતા વિવિધ મુદાઓને આવરી લેતું પ્રદર્શન, માસિક પ્રબંધન માટેના વિવિધ ઉત્પાદનો પણ મૂકવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કુલ 80 કિશોરીઓ તથા 70 મહિલાઓ મળી કુલ 150 જેટલી બહેનોએ ભાગ લીધો હતો.
First published: May 30, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading