ભાવનગર: મહુવાના કસાણ ગામે દીપડાનો આતંક, હુમલામાં યુવતીનું મોત

ભાવનગર: મહુવાના કસાણ ગામે દીપડાનો આતંક, હુમલામાં યુવતીનું મોત
દીપડાના હુમલામાં યુવતીનું મોત.

Leopard attack Bhavnagar: મહુવા તાલુકાના કસાણ ગામે 20 વર્ષની યુવતી ઉપર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો.

 • Share this:
  અનીલ માઢક, ભાવનગર: ભાવનગરના મહુવા અને જેસર પંથક (jesar region)માં દીપડા (leopard)ની રંજાડ વધી છે. હવે તો આ દીપડાઓ માણસોને પણ શિકાર બનાવી રહ્યાના અનેક બનાવો સામે આવવા લાગ્યા છે. વન વિભાગ (forest department)ના અથાગ પ્રયત્નો છતાં માનવભક્ષી બની ગયેલાં દીપડાઓ પાંજરે પૂરતા નથી. આવો જ એક બનાવ ગઈકાલે મહુવા તાલુકાના કસાણ ગામે વાડી વિસ્તારમાં બન્યો હતો. અહીં દીપડાએ હુમલો (leopard attack) કરી દેતા એક યુવતીનું મોત થયું છે.

  મહુવા તાલુકાના કસાણ ગામે 20 વર્ષની યુવતી ઉપર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. ગામના જીવનભાઈ મકાભાઈ માણીયાની વાડીમાં આરતીબેન શામજીભાઈ મકવાણા નામની યુવતી કપાસ વીણતી હતી ત્યારે દીપડાએ અચાનક હુમલો કર્યો છે. જે બાદમાં યુવતીને સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.  આ પણ વાંચો:

  મળતી માહિતી પ્રમાણે પીડિત યુવતીનો પરિવાર ગોપનાથ-રાજપરાનો મૂળ રહેવાસી છે. જેમણે જીવનભાઈ મકાભાઇની વાડીમાં કપાસ વીણવાનું કામ રાખ્યું હતું. આ દરમિયાન સાંજના 7:00 વાગ્યે યુવતી પર દીપડાએ હુમલો કર્યો હતો. યુવતી પર દીપડાએ હુમલો કર્યા બાદ તેને મહુવા સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

  આ પણ જુઓ-


  બીજી તરફ હુમલાખોર દીપડાને પકડવા માટે તંત્રએ પાંજરું ગોઠવ્યું હતું. ગામ લોકોએ દીપડાને તાત્કાલિક પકડી લેવામાં આવે તેવી માંગણી કરી છે. વન વિભાગ અહીં ચારથી પાંચ પાંજરા મૂકીને ત્રણથી ચાર ટીમને સ્ટેન્ડ બાય રાખી છે.

  જૂનાગઢ: વંથલી પંથકમાં સિંહે કિશોરીને ફાડી ખાધી

  ત્રણ દિવસ પહેલા જ જૂનાગઢમાં સિંહે (Asiatic lion) મનુષ્યનું મારણ કર્યું હોય તેવો રેરેસ્ટ ઑફ રેર બનાવ બન્યો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે સિંહે હુમલો કરીને એક 17 વર્ષની કિશોરીને ફાડી ખાધી હતી. બીજી એક કિશોરી બચી જવા પામી હતી. જૂનાગઢના વંથલી તાલુકાના ધણફુલિયા અને સોનેરડી ગામની વચ્ચે આવેલા વિસ્તારમાં હુમલા (Lion attack)નો આ બનાવ બન્યો હતી. જેમાં બે સિંહોએ પરપ્રાંતીય પરિવારની કિશોરીઓ પર હુમલો કરી દીધો હતો. વન વિભાગ (Forest department)ના સ્ટાફ અને બેથી ત્રણ સ્થાનિક લોકોએ સિંહના મુખમાંથી બાળકીને છોડાવવા માટે જીવ સટોસટનો જંગ ખેલ્યો હતો. જોકે, સિંહે બાળકીને મુખમાંથી છોડી ન હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:December 25, 2020, 17:03 pm

  ટૉપ ન્યૂઝ