ખેત મજુરનાં દીકરાની દિલેરી: રસ્તામાં મળેલા દોઢ લાખ રૂપિયા મૂળ માલિકને પરત કર્યા

News18 Gujarati
Updated: December 22, 2018, 1:55 PM IST
ખેત મજુરનાં દીકરાની દિલેરી: રસ્તામાં મળેલા દોઢ લાખ રૂપિયા મૂળ માલિકને પરત કર્યા
વિશાલ, પૈસાની થેલી પરત કરનાર વિદ્યાર્થી

વિશાલ શાળાના નિયત સમયે સ્કુલેથી આવતો હતો ત્યારે રસ્તા પર એક થેલી ભરેલી દેખાઈ. આથી કુતુહલ વશ થેલી ઉપાડી તેમાં જોતા રૂપિયા ભરેલી હતી

  • Share this:
ભાવનગર: ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકાના બોરડા કે. વ.શાળાના એક વિદ્યાર્થીએ પોતાના સાથી મિત્રો સાથે વાડીએથી શાળા એ આવી રહ્યો હતો ત્યારે હાઇવે પર ચાલતા આવતા વિદ્યાર્થીની નજર એક થેલી પર પડતા તેમણે કુતુહલપૂર્વક થેલી ઉપાડી ને અંદર જોતા થેલી રૂપિયાથી રેલી હતી. સાથે તેમાં આધાર કાર્ડ સહિતની ઓળખનાં પુરાવા મળી આવતા બાળ વિદ્યાર્થીએ મૂળ માલિકને રૂપિયા ભરેલી થેલી પરત કરી મોટી દિલેરી દાખવી સ્કુલનું નામ અને વાલીઓનાં મળેલા સંસ્કારને રોશન કર્યા હતા.

નાનકડા બાળ વિદ્યાર્થીની મોટી દિલેરીની ગૌરવપૂર્ણ વાત અંગે તળાજાનાં બી. આર.સી (બ્લોક રિસોર્સ કો-ઓર્ડિનેટર) પ્રકાશ દવેનાં જણાવ્યા પ્રમાણે, બોરડા ની કેવ.શાળા માં ધો ૮ માં મકવાણા વિશાલ ઓધાભાઈ અભ્યાસ કરે છે. વિશાલનાં પિતા માતા તમામ ખેત-મજુરી કરી જીવન નો નિર્વાહ ચલાવે છે. વિશાલના પરિવારજનોની આર્થિક સ્થિતિ સાવ સામાન્ય છે.

વિશાલ શાળાના નિયત સમયે સ્કુલેથી આવતો હતો ત્યારે રસ્તા પર એક થેલી ભરેલી દેખાઈ. આથી કુતુહલ વશ થેલી ઉપાડી તેમાં જોતા રૂપિયા ભરેલી હતી. તેમાં ઓળખ ના પુરાવા પણ હતા. આથી વિદ્યાર્થીઓ એ નજીકની રસ્તા પરની વાડી માલિકો ને રોકડ રકમ અને ઓળખનાં પુરાવા સહિતની વાત કરી મૂળ માલિક સુધી પહોંચાડવાની મથામણ કરી .

જેમાં રસ્તા પર આવતી હોટલ પર જઈ મૂળ માલિક ને રોકડ રકમ આપવાના પ્રયાસના ભાગ રૂપે પહોંચતા વાત કરતા જેમના નામનું ફોટા વાળું આધાર કાર્ડ હોય તેજ વ્યક્તિ સામે જોવા મળતા બાળક વિશાલ અને સાથી મિત્રો એ ઓળખી જઈ ને સંજયભાઈ નામના વ્યક્તિ ને રોકડ ભરેલી થેલી પરત કરી હતી. સંજય ભાઈ નામની વ્યક્તિ ટ્રક માં બેસી મુસાફરી કરી રહ્યા હતા. તેઓને ખબર પણ નહતી કે પોતાની રોકડ રકમ ભરેલી થેલી પડી ગઈ છે. જોગાનુંજોગ થેલી બાળક વિશાલ ના હાથમાં આવી અને તેની દિલેરી ના કારણે થેલી રોકડ રકમ સાથે મૂળ માલિક ને પરત મળી.

થેલી માં રૂપિયા દોઢ લાખ રોકડ હતા. બાકી બધાજ મહત્વ ના કાગળો હતા. પોતાની દોઢ લાખની રોકડ મળી જવાથી સંજયભાઈ નામના વ્યક્તિ એ પુરસ્કાર રૂપે રોકડ એકહજાર બાળક વિશાલના હાથ માં આપ્યા તો તેઓએ તે લેવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. નાનકડા વિદ્યાર્થી એ પોતાના માવતર ના સંસ્કાર અને શાળા માંથી મળેલા શિક્ષણ ના આધારે કહયુ એતો મારી ફરજ છે. શાળામાં આ પછી આ વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યુ હતુ.
First published: December 22, 2018, 1:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading