'તિરંગે કે ખીલાફ કોઈ ભી કદમ ઉઠાયા તો હમ તુમ્હે વો મોત દેંગે...', હોમગાર્ડનો Tiktok વીડિયો વાયરલ

ગુજરાતમાં પોલીસકર્મીઓના વાયરલ Tiktok વીડિયોની વણઝાર લાગી હતી તેવામાં ફરી એક હોમગાર્ડનો ડ્રેસમાં વીડિયો વાયરલ થયો છે.

News18 Gujarati
Updated: October 9, 2019, 5:57 PM IST
'તિરંગે કે ખીલાફ કોઈ ભી કદમ ઉઠાયા તો હમ તુમ્હે વો મોત દેંગે...', હોમગાર્ડનો Tiktok વીડિયો વાયરલ
વાયરલ વીડિયોમાના હોમગાર્ડ જીતેન્દ્ર પંડ્યા હોવાનું ખુલ્યું છે.
News18 Gujarati
Updated: October 9, 2019, 5:57 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : ગુજરાતમાં (Gujarat) પોલીસ (Police) જવાનોના વાયરલ Tiktok વીડિયોની (Video) વણઝાર લાગી હતી તેવામાં ફરી એક હોમગાર્ડના (HomeGuard) ડ્રેસમાં વીડિયો વાયરલ થયો છે. Tiktok વીડિયોમાં હોમગાર્ડ જીતેન્દ્ર પંડ્યાએ ફિલ્મ તિરંગાનો રાજકુમારનો ડાયલોગ રેકોર્ડ કર્યો છે. ભાવનગરના મોટા ખુંટવડાના હોમગાર્ડ જીતેન્દ્ર પંડ્યાના આ વીડિયોમાં તેઓ મોડી રાત્રે ફરજ પર હોય તેવું જણાઈ રહ્યું છે. વીડિયોમાં તેઓ ડાયલોગ બોલી રહ્યા છે 'તિરંગે કો હાથ ભી લગાયા તો હમ તુમ્બે વો મોત દેંગે...'

અગાઉ રાજ્યમાં પોલીસકર્મીઓના Tiktok વીડિયોની વણઝાર થઈ ત્યારે રાજ્યના પોલીસ વડાએ એખ પરિપત્ર બહાર પાડી પોલીસ કર્મીઓને આ પ્રકારની હરકત કરવાથી દૂર રહેવા સૂચના આપી હતી. તેમણે પોલીસને ટીકાનો ભોગ ન બનવા અપીલ કરી હતી. મહેસાણાની કૉન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીના વાયરલ વીડિયો બાદ રાજ્યના પોલીસકર્મીઓના એકપછીએક Tiktok વીડિયો સામે આવવા લાગ્યા હતા.

આ પણ વાંચો :  સુરત : જન્મદિનની ઉજવણીમાં તલવારથી કેક કાપનાર અને ફાયરિંગ કરનારની ધરપકડ

પરિપત્રમાં શું કહ્યું હતું રાજ્યના પોલીસવડાએ ?

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શિવાનંદ ઝાએ બહાર પાડેલા પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા ઘણા પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ તાજેતરમાં ટીકટોક નામની સોશિયલ મીડિયા વીડિયો એપ્લિકેશન ઉપર પોતાની સક્રિય ફરજ દરમિયાન, પોલીસ ગણવેશમાં તેમજ ખાનગી કપડામાં, પોલીસ સ્ટેશન ખાતે, અન્ય જગ્યાએ પોતાના વીડિયો ઉતારેલા હોય, તે વીડિયો સમાચારના તેમજ અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર, પ્રસાર કરવામાં આવ્યા હોવાનું ધ્યાન ઉપર આવ્યું છે. આ પ્રકારનું કૃત્ય પોલીસ અધિકારી, પોલીસ કર્મચારી તરીકે ખાતાને શોભે તેવું અને અયોગ્ય જણાય છે.
Loading...

આ પણ વાંચો :  ગઢડા ગોપીનાથજી મંદિરમાં ફરી વિવાદ, આચાર્ય પક્ષની બહેનોએ ઓરડાને તાળું મારતા વિવાદ

પ્રવર્તમાન સમયમાં સોશિયલ મીડિયા ખુબ જ સક્રિયા હોવાથી જાણવાલાયક ઘણી અગત્યની બાબતોની સાથે ઉપરોક્ત પ્રકારના વીડિયો પણ સોશિયલ મીડિયા મારફતે ખુબ જ ટૂંકા સમયમાં લોકો સુધી પહોંચતા હોય છે. જેના કારમએ દેશભરમાં શિસ્તબદ્ધ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ લોકોની ટીકાનો ભોગ બને છે. અને જેના કારણે સમાજમાં પોલીસની છબી ખરડાય છે.

ગુજરાત પોલીસ એક્ટ મજુબ કોઇપણ પોલીસ અધિકારી/કર્મચારી નિયત કરવામાં આવેલી શિસ્ત વિષયક નીતિ નિયમોને અનુસરવા બાધ્ય છે. નિયમોની આ જોગવાઇઓ ધ્યાને લઇ, પ્રસ્તુત બાબતે શહેર જિલ્લા વિભાગ ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી, કર્મચારીઓને સોશિયલ મીડિયા મારફતે પોલીસ વિભાગની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે અને તેવા વર્તનની જાહેરમાં ટીકા થાય તેવું ઉપરોક્ત પ્રકારનું ખાતાની શિસ્તને ન શોભે તેવું કૃત્ય નહીં કરવાની સમજ કરવા સુચના છે. કોઇપણ પોલીસ અધિકારી, કર્મચારી રજા ઉપર હોય તેમજ ફરજમોકુફ થયેલા હોય કે સક્રિય ફરજ ઉપર ન હોય તેમ છતાં તે પોલીસ અધિકારી/કર્મચારી રહે છે. જેથી કોઇ પોલીસ અધિકારી કર્મચારીનું આ પ્રકારનું કૃત્ય ધ્યાને આવશે તો સુપરવાઇઝરી અધિકારીએ તાત્કાલિક પ્રાથમિક તપાસ હાથધરી આ પ્રકારના વીડિયો વાયરલ થતા અટકાવવા પગલા લેવાના રહેશે.
First published: October 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...