Home /News /kutchh-saurastra /

ભાવનગર: સગી દીકરીએ પિતા પર લગાવ્યો બળાત્કારનો આક્ષેપ

ભાવનગર: સગી દીકરીએ પિતા પર લગાવ્યો બળાત્કારનો આક્ષેપ

યુવતી ઈજાગ્રસ્ત અને દોરડા વડે બાંધેલી હાલતમાં મળી આવી હતી...

યુવતી ઈજાગ્રસ્ત અને દોરડા વડે બાંધેલી હાલતમાં મળી આવી હતી...

    ભાવનગર શહેરમાં એક એવી ઘટના બની છે કે, જેને પગલે સમાજમાં લોકોને શરમજનક રીતે જરૂર શરમાવું પડે તેમ છે ભાવનગરની અભયમ ૧૮૧ને કોલ આવ્યો અને સ્થળ પર પોહ્ચતા યુવતીને બાંધેલી હાલતે મળી આવી. માતાપિતાને બોલાવીને બંધ ઘરને ખોલવામાં આવ્યું અને પછી યુવતીની હાલત અને તેના આક્ષેપો ચોકાવનારા હતા. અભ્યમ દ્વારા સમગ્ર પરિવારને પોલીસ સ્ટેશન લઇ જવાયો અને પોલીસે ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ સારવારમાં મોકલી દીધી હતી જો કે મોડી સાંજ સુધી યુવતીએ પિતા સામે કરેલા આક્ષેપને પગલે પોલીસ ફરિયાદ કરી નથી.

    ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા એક પરિવારની ૨૦ વર્ષની યુવતીને તેના ઘરમાં તેના માતાપિતાએ બાંધી હોવાની પોલીસને જાણ થતા ભાવનગર અભયમ ૧૮૧ સ્થળ પર દોડી ગઈ હતી. ઘરની તલાસી લેતા ઘરના પાછળના ભાગના રૂમની બારી ખુલ્લી હોવાથી સંપૂર્ણ ખોલીને જોતા યુવતી ઈજાગ્રસ્ત અને દોરડા વડે બાંધેલી હાલતમાં મળી આવી હતી.

    અભયમની મહિલા પોલીસ દ્વારા તેના માતાપિતાને બોલાવવામાં આવ્યા અને ઘર ખોલવામાં આવ્યું અને યુવતીને મુક્ત કરવામાં આવી હતી. યુવતીના મોઢા પ્રર ઈજાના નિશાન હતા અને આંખોની ચારે તરફ સોજા ચડી ગયા હતા. યુવતી અને તેના માતાપિતાને સંભાળવામાં આવ્યા હતા અને બાદમાં સમગ્ર પરિવારને ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી યુવતીને ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. યુવતીએ મોડી સાંજ સુધી કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી નો હતી.

    પોલીસના જણાવ્યા અનુસાર, અમને અત્યારે ૧૧.૨૬એ ફોન આવ્યો હતો કે અમને ઘરમાં પૂરી દીધા છે, મહાવીર નગર શેરી નંબર ૬મ આવીને જોતા ઘર બંધ હતું અમે પાછળ જોયું અને તેની પાછળ એક બારી હતી તેમાં જોતા દીકરીને બંધી દીધી હતી અને ખુબ માર મરેલો હતો માતાપિતા દ્વારા દીકરીનો થોડો ફોલ્ટ હતો પણ માતાપિતાએ થોડો વધારે માર માર્યો હતો એને બાર કાઢવામાં આવી હતી અને મા-બાપને બોલાવી લીધા હતા.

    ભાવનગરની કાળીયાબીડની યુવતી ૨૦ વર્ષની છે. ન્યુજ ૧૮ ગુજરાતીએ તેની સાથે જયારે વાત કરી ત્યારે તેને કરેલા આક્ષેપો સૌ કોઈને ચોકાવનારા છે. યુવતીએ પ્રથમ માર માર્યાની વાત કરી પરંતુ બાદમાં અમને આપેલા નિવેદનમાં સ્પષ્ટ કહ્યું કે ચાર વર્ષ પહેલા તેને કોઈ છોકરા સાથે અફેર હતું તેને પગલે તેના પિતાને જાણ થતા તેને માર મારવામાં આવ્યો અને બાદમાં પિતાએ તેની સાથે શારીરિક સબંધ બાંધ્યો હતો. વારંવાર પિતા તેની સાથે આવું કરતા યુવતી તેની મિત્ર સાથે અન્ય રૂમ પર રહેવા જતી રહી હતી અને એક માસ પહેલા માતાપિતા સાથે સબંધમાં સમાધાન થતા તે પરિવાર સાથે રહેવા માટે આવી હતી. પરંતુ આજ સવારમાં ઘરના આંગણેથી તેના પિતાએ વાળ પકડીને રૂમમાં લઇ જઈ ખુબ માર મારી દોરડા વડે બંધી દીધી હતી. યુવતીને આજે મરેલા માર પાછળ તેની કોન્સ્ટેબલ બનવાની ચાલી રહેલી પરીક્ષાની તૈયારી કારણભૂત હોવાનું તેને જણાવ્યું હતું .યુવતીએ તેના ડોક્યુમેન્ટ પણ તેના માતાપિતા નહિ આપતા હોવાનો આક્ષેપ કર્યો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Blames, Father, દીકરી, બળાત્કાર, ભાવનગર

    આગામી સમાચાર