ભાવનગરઃ તળાજા જકાતનાકા પેટ્રોલ પમ્પ પર પર સીએનજી ગેસ કારમાં બ્લાસ્ટ થવાના સમાચાર મળ્યા છે. આગમાં કાર બળીને ખાક.
વધુ માહિતી મળ્યા મુજબ, ભાવનગરના તળાજા જકાતનાકા પેટ્રોલ પમ્પ પર ઊભેલી સીએનજી ગેસ કારમાં અચાનક બ્લાસ્ટ થતાં ભારે દોડધામ મચી જવા પામી હતી. કારની આગ કાબૂમાં લેવાય એ પહેલાં કારનાં ચીંથરાં ઊડી ગયા. સીએનજી ગેસ કારમાં થયેલા બ્લાસ્ટને કારણે બે વ્યક્તિને ઈજા થઈ હતી. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ કરી છે. આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર