ભાવનગરઃ આંગડિયા પેઢીના માલિક ઉપર ફાયરિંગ કરી ચલાવી પાંચ લાખની લૂંટ

News18 Gujarati
Updated: May 14, 2018, 10:56 PM IST
ભાવનગરઃ આંગડિયા પેઢીના માલિક ઉપર ફાયરિંગ કરી ચલાવી પાંચ લાખની લૂંટ
સોમવારે આશરે રાતે આઠ વાગ્યાની આસપાસ બાઇક ઉપર આવેલા બૂકાની ધારી લૂંટારૂઓએ આંગડિયા પેઢીના માલિક ઉપર ફાયરિંગ કરી પાંચ લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા

સોમવારે આશરે રાતે આઠ વાગ્યાની આસપાસ બાઇક ઉપર આવેલા બૂકાની ધારી લૂંટારૂઓએ આંગડિયા પેઢીના માલિક ઉપર ફાયરિંગ કરી પાંચ લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા

  • Share this:
ગુજરાતમાં આંગડિયા પેઢીના કર્મચારીઓને ટાર્ગેટ બનાવીને લૂંટી લેવાના બનાવો છાસવારે બનતા રહે છે. લાખો કરોડો રૂપિયાની લૂંટ ચલાવનારા લૂંટારૂઓને પોલીસનો પણ ભય ન હોય તેમ એક પછી એક આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. આવી જ એક લૂંટની ઘટના ભાવનગરમાં બની છે. જેમાં સોમવારે આશરે  રાત્રે  આઠ વાગ્યાની આસપાસ બાઇક ઉપર આવેલા બૂકાની ધારી લૂંટારૂઓએ આંગડિયા પેઢીના માલિક ઉપર ફાયરિંગ કરી પાંચ લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે પોલીસે વિવિધ ટીમો બનાવીને લૂંટારૂઓની શોધખોશ શરૂ કરી દીધી છે.

મળતી માહિતી પ્રમાણે ભાવનગર શહેરમાં આરકે એન્ટરપ્રાઇઝ આગડિયા પેઢીના માલિક રૂપિયા પાંચ લાખ લઇને ઓફિસથી નીકળ્યા હતા. તેઓ નિલમબાગ સર્કલ નજીક એસબીઆઈ બેન્ક પાસે પહોંચ્યા ત્યારે બાઇક ઉપર આવેલા બે બુકાનીધારી લૂંટારૂઓએ તેમના ઉપર ફાયરિંગ કર્યું હતું. જેના કારણે તેઓ જમીન પર ઢળી પડ્યા હતા.લૂંટારૂઓ તેમની પાસે રહેલા પાંચ લાખ રૂપિયા લઇને ઘટના સ્થળેથી પલાયન થઇ ગયા હતા. આશરે રાત્રે આઠ વાગ્યાની ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તાબડતોબ હોસ્પિટલ પહોંચી ગઇ હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે બે યુવકો બાઇક ઉપર આવ્યા હતા જેમણે બુકાની પહેરી હતી. પાંચ લાખ રૂપિયા લઇને ફરાર થયેલા લૂંટારૂઓને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીની વિવિધ ટીમો બનાવી છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધારે તપાસ હાથધરી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે લૂંટની આ ઘટના સ્થળ નજીક લગાવેલા સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. સીસીટીવીના આધારે પોલીસને લૂંટારૂઓને પકડવામાં મદદ મળશે.

ઉલ્લેખનીય છે કે, સોમવારે બારડોલીના પલસાણાના જોળવા ગામમાં બાઇક ઉપર પરથી ચાર અજાણ્યા શખ્સોએ રૂ.3.80 લાખની ચીલ ઝડપ કર્યાની ઘટના બની છે. આ અંગે પલસાણા પોલીસે તપાસ હાથધરી છે.
First published: May 14, 2018, 10:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading