ભાવનગર અકસ્માતઃ મૃત્યાંક 37 થયો, મોદીએ કરી રૂ. 2 લાખની સહાયની જાહેરાત

Vinod Zankhaliya
Updated: March 10, 2018, 10:55 AM IST
ભાવનગર અકસ્માતઃ મૃત્યાંક 37 થયો, મોદીએ કરી રૂ. 2 લાખની સહાયની જાહેરાત

  • Share this:
ભાવનગરના રંઘોળા ખાતે ગત મંગળવારે (6ઠ્ઠી માર્ચ)ના રોજ થયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યાંક વધીને 37 થયો છે. અહીં મંગળવારે જાનૈયાઓને લઈને જતો એક ટ્રક પુલ નીચે પડી જતાં 30 જેટલા લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. બાદમાં મૃત્યાંક વધતો ગયો હતો. તળાજાના 13 વર્ષીય દીપક પરમાર અને અનિડાના સોમજી પરમારનું મોત થતાં મૃત્યાંક હવે વધીને 37 થયો છે.

મોદીએ કરી સહાયની જાહેરાત

ભાવનગરના અકસ્માતમાં મોતને ભેટનાર પરિવારના સભ્યોને વડાપ્રધાન મોદીએ રૂ. 2-2 લાખની સહાયની જાહેરાત કરી છે. એટલું જ નહીં ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન રાહત ફંડમાંથી આ રકમની ચૂકવણી કરવામાં આવશે.

શું બન્યું હતું?

મંગળવારે સવારે 7.30 વાગ્યે રાજકોટ ભાવનગર હાઈવે પર રંઘોળા ગામ નજીક આવેલી ખોડિયાર હોટલ પાસે જાનૈયાઓને લઈને જતી એક ટ્રક પુલ પરથી નીચે ખાબકી હતી. જેમાં દુલ્હાના માતા-પિતા અને દાદી સહિત 30 જેટલા લોકોનાં મોત થયા હતા. દુલ્હો અન્ય વાહનમાં હોવાથી તેનો બચાવ થયો હતો. બનાવ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ તપાસના આદેશ આપ્યા હતા તેમજ મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખની સહાયની જાહેરાત કરી હતી. સરકારે એવી પણ જાહેરાત કરી હતી કે ઈજાગ્રસ્તોની સારવાર મફતમાં કરવામાં આવશે.

તમામ મૃતકો કોળી સમાજનાભાવગર પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં તમામ મૃતકો કોળી સમાજના હતા. આ તમામ લોકો સિહોરના અનિડા ગામથી જાન લઈને બોટાદના ટાટમ ગામ ખાતે જઈ રહ્યા હતા.

લગ્ન રહ્યા ચાલુ

અકસ્માત બાદ પણ લગ્નવિધિ ચાલુ રાખવામાં આવી હતી. ટામટા ગામ ખાતે કન્યાપક્ષ તરથી કલાકમાં લગ્નવિધિ આટોપી લેવામાં આવી હતી. બાદમાં દુલ્હા અને દુલ્હનને અનિડા ગામ મોકલી દેવામાં આવ્યા હતા. સાંજ એક સાથે તમામ મૃતકોની દફનવિધિ કરવામાં આવી હતી. મૃતકોમાં દુલ્હાના અનિડા ગામના જ 20થી વધારે લોકોનો સમાવેશ થતો હતો.
First published: March 10, 2018, 10:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading