Home /News /kutchh-saurastra /

મંગળ બન્યો અ'મંગળ': મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખની સહાય

મંગળ બન્યો અ'મંગળ': મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખની સહાય

ઘટનાસ્થળે લાશોના ઢગ ખડકાયા હતા

    ભાવનગરના ગમખ્વાર અકસ્માતમાં દુલ્હાના માતાપિતા સહિત 30થી વધારે લોકોનાં મોત થયા છે. જ્યારે 40 જેટલા લોકો ઘાયલ છે. મૃતકોમાં 18 જેટલા પુરુષો, 8 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે.  18 જેટલા મૃતકોને પીએમ માટે ભાવનગર, 4 મૃતકોને ઉમરાડા અને 4ને સિહોર લઈ જવામાં આવ્યા છે. બીજી તરફ સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને રૂ. ચાર લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

    ઈજાગ્રસ્તો સારવાર ખર્ચ સરકાર ઉઠાવશેઃ રૂપાણી

    ભાવનગરનાં અકસ્માત પ્રત્યે પ્રતિક્રિયા આપતા સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં ઘાયલ તમામ લોકોની સારવારનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવેશે. સાથે જ તેમણે ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા હતા. તેમણે મૃતકો પ્રત્યે તેમની સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે મૃતકોના પરિવારજનોને ચાર લાખની સહાયની જાહેરાત કરી હતી.

    પુરષોત્તમ સોલંકીએ સહાય માટે કરી રજૂઆત

    ભાવનગર અકસ્માતમાં તમામ મૃતકો કોળી સમાજના છે. સરકાર તરફથી ઈજાગ્રસ્તોને તમામ મદદ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે કોળી આગેવાન તેમજ સરકારના મંત્રી પુરષોત્તમ સોલંકીએ પણ સીએમ રૂપાણીને મૃતકોને સહાય માટે રજૂઆત કરી છે. સોલંકીએ રજૂઆત કરી છે કે જે રીતે વાહન અકસ્માતમાં રાજ્ય સરકાર દ્વારા મૃતકો તેમજ ઈજાગ્રસ્તોને સહાય આપવામાં આવી છે તે જ રીતે આ કેસમાં પણ સહાય આપવામાં આવે. સોલંકીએ આ અંગે જિલ્લા કલેક્ટર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી છે.

    PMOએ ટ્વિટ કરીને મૃતકો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના



    મૃતકોના નામ:

    • પ્રવીણભાઈ વાઘેલા (વરરાજાના પિતા)

    • પ્રભાબેન વાઘેલા (વરરાજાની માતા)

    • જીણીબેન વાઘેલા (વરરાજાના દાદી)

    • શોભનાબેન વાઘેલા

    • હીરાબેન વાઘેલા

    • સુરેશભાઈ ડાભી

    • હર્ષદભાઈ ડાભી

    • સુરેશ મકવાણા

    • ભાવેશભાઈ ડાભી

    • દિનેશભાઈ પરમાર

    • પુનાભાઈ પરમાર

    • ધીરૂભાઈ પરમાર

    • વિક્રમ વાઘેલા

    • જશુબેન દિનેશભાઈ

    • કિશનભાઈ વાઘેલા

    • સંજય પરમાર

    • અસ્મિતાબેન વાઘેલા

    • રવિ મકવાણા

    • શાંતિભાઈ વાઘેલા

    • હર્ષદભાઈ ડાભી

    • વસંતીબેન મકવાણા

    • રૂપાબેન ચૌહાણ

    • જયદીપભાઈ ચૌહાણ

    • કોમલબેન મકવાણા

    • (ત્રણ લોકોની ઓળખ થઈ શકી નથી)

    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bhavnagar accident, Bridge, Koli, Modi tweet, Rupani, ટ્રક

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन