Home /News /kutchh-saurastra /

5 વર્ષથી બની રહ્યો છે 30થી વધુનો ભોગ લેનાર બ્રિજ, અગાઉ પણ થયા છે અકસ્માત

5 વર્ષથી બની રહ્યો છે 30થી વધુનો ભોગ લેનાર બ્રિજ, અગાઉ પણ થયા છે અકસ્માત

અકસ્માત થયો તે બ્રિજ

સ્થાનિકોએ જણાવ્યું હતું કે બ્રિજનો કામ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. આ કામ ખૂબ ગોકળગતિએ ચાલી રહ્યું હોવાથી અહીં છાશવારે અકસ્માતની ઘટનાઓ બને છે.

    મંગળવારની સવાર આખા ગુજરાત માટે માઠા સમાચાર લઈને આવી. સવારે આઠ વાગ્યાની આસપાસ મીડિયામાં સમાચાર વહેતા થયા કે ભાવનગરના રંધોળા ગામ નજીક એક ટ્રક અકસ્માતમાં 30થી વધારે લોકોનાં મોત થયા છે. અહીં એક જાનૈયાઓને લઈને જઈ રહેલી ટ્રક પલટી જતા તેમાં સવાર 30થી વધારે લોકોનાં મોત થયા હતા, તેમજ 40થી વધારે લોકોને નાની-મોટી ઈજા થઈ હતી. અકસ્માત જે બ્રિજ પર બન્યો હતો તે છેલ્લા પાંચ વર્ષથી બની રહ્યો હોવાની માહિતી સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજ પર કોઈ કારણે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ટ્રક નીચે ખાબકી હતી.

    વર્ષોથી ચાલી રહ્યું છે બ્રિજનું કામ

    અકસ્માત બાદ આટલા મોત માટે જવાબદાર કોણ તેવા સવાલો ઉઠી રહ્યા છે. ન્યૂઝ18 ગુજરાતી જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યું ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે બ્રિજનો કામ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. આ કામ ખૂબ ગોકળગતિએ ચાલી રહ્યું હોવાથી અહીં છાશવારે અકસ્માતની ઘટનાઓ બને છે.

    પ્રાપ્ત વિગત પ્રમાણે ટ્રક ખાબકી તે બ્રિજ છેલ્લા પાંચ વર્ષથી બની રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે પુલના કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. એકવાર પુલ રિપેર થયા પછી તેમાં નવી ક્ષતિઓ જણાતા વારંવાર રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું, જેના કારણે પુલ જીવલેણ બન્યો હતો.

    આ બ્રિજ પર અકસ્માતમાં એકસાથે 32 જેટલા લોકોએ જીવ ગુમાવતા બ્રિજની કામગીરી, ગુણવત્તા, તંત્રના પગલાં અને કોન્ટ્રાક્ટરને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

    1) પુલને લઇ તંત્રની કામગીરી કેમ નિરસ?
    2) પુલની બંન્ને બાજુ કેમ રેલિંગ ન લગાવાઇ?
    3) વાહનચાલકો માટે સાવચેતીના પાટિયા કેમ ન ગોઠવ્યા?
    4) તંત્ર દ્વારા કેમ ભયજનક બેનર ન લગાવાયા?
    5) પુલના રિપેરીંગમાં સાત વર્ષ લાગે?
    6) કોની રહેમરાહે પુલનું કામ ચાલે છે?
    7) શું પુલની ગુણવત્તાની તંત્રએ ચકાસણી કરી છે?
    8) પહેલા પણ પુલ પર અકસ્માત થયા છે તો તંત્રએ કેમ ન લીધી કોઈ શીખ?

    સ્ટોરીઃ હરીન માત્રાવાડીયા, ભાવનગર
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bhavnagar accident, Bridge

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन