Home /News /kutchh-saurastra /

3 વર્ષની બાળકી અપહરણ મામલો, રેપ કરી કરાઈ હત્યા, New VIDEO

3 વર્ષની બાળકી અપહરણ મામલો, રેપ કરી કરાઈ હત્યા, New VIDEO

પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું કે, આ 3 વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ તેની સાથે બળાત્કાર કર્યા બાદ તેની બોથર્ડ પદાર્થ દ્વારા હત્યા કરવામાં આવી...

પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું કે, આ 3 વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ તેની સાથે બળાત્કાર કર્યા બાદ તેની બોથર્ડ પદાર્થ દ્વારા હત્યા કરવામાં આવી...

    ભાવનગર 3 વર્ષની બાળકીના અપહરણ મામલે વધુ એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં અપહરણકાર બાળકીને રીક્ષામાં બેસાડી લઈ જતા જોવા મળે છે.

    બાળકીના અપહરણ મામલા બાદ તેની હત્યા કરેલી લાશ મળી આવી હતી, તેના પ્રાથમીક પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું કે, આ 3 વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ તેની સાથે બળાત્કાર કર્યા બાદ તેની બોથર્ડ પદાર્થ દ્વારા હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે મળેલ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી અપહરણકારોને પકડવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આજે વધુ એક અપહરણકારને નવો વીડિયો સામે આવ્યો છે.

    શું હતો મામલો
    ભાવનગર રોડ પર મજૂરીકામ કરી રહેલી પરિવારની નજર ચૂકવીને બે શખસો દ્વારા બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું.

    મળતી વધુ વિગત મુજબ, ભાવનગર રોડ પર મજૂરીકામ કરતા પરિવારની નજર ચૂકવી તેમની ત્રણ વર્ષની બાળકીનું  બે શખસો દ્વારા અપહરણ કરાયું છે. આ અપહરણની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. થોરાળા પોલીસે CCTV ફૂટેજના આધારે પોલીસે હાલમાં બે અલગ-અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી દીધી છે. મજૂરીકામ કરનાર પાસે અપહરણકારો દ્વારા હજી કોઈ માગણી કરાઈ નથી. અપહરણકારનો હેતુ શો છે એની પોલીસ તપાસ કરી રહી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: 3 year old girl kidnapping case, Bhavnagar police, Case, Ccvt video, Kidnapping, પોલીસ`, ભાવનગર, સીસીટીવી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन