ભાવનગરનું રતન: મૂકબધીર પ્રભાએ 47 મેડલ જીતી ડંકો વગાડ્યો

News18 Gujarati
Updated: December 6, 2018, 2:49 PM IST
ભાવનગરનું રતન: મૂકબધીર પ્રભાએ 47 મેડલ જીતી ડંકો વગાડ્યો
મૂકબધીર શાળાની પીટી ઉષા કહેવાતી પ્રભા સોલંકીએ રાજ્યનો પ્રતિભા પુરસ્કાર એવોર્ડ મેળવ્યો.

મૂકબધીર પ્રભા સોલંકીએ અત્યાર સુધીમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મળીને 47 મેડલ પ્રાપ્ત કર્યા છે

  • Share this:
ચિરાગ ત્રિવેદી, ભાવનગર:

મન હોય તો માળવે જવાય આ સિદ્ધિને ભાવનગરના મૂંગા બહેરા શાળાની વિદ્યાર્થીનીએ કુદરતે આપેલી ખોટ હોવા છતાં સફળતાને સર કરી સાબિત કરી બતાવી છે. ખેલ મહાકુંભમાં મૂંગા બહેરા શાળાએ બાજી મારીને રાજ્ય કક્ષાએ 44 મેડલ મેળવીને ડંકો વગાડ્યો છે તો આ શાળાની કહેવાતી પીટી ઉષા એટલે કે પ્રભા સોલંકી ખેડૂતની દીકરી હોઈ ત્યારે ખેલ મહાકુંભમાં પ્રતિભા પુરસ્કાર મેળવ્યો છે. પ્રભા સોલંકીએ દરેક મૂકબધીરને અને સમાજના બાળકોને સંદેશો આપ્યો છે કે જીવનમાં મહેનત કરો, ક્યારેય તમે નિષ્ફળ નહીં થાવ. મૂકબધીર પ્રભા સોલંકીએ અત્યાર સુધીમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મળીને 47 મેડલ પ્રાપ્ત કર્યા છે.

ભાવનગર શહેરની મૂંગા બહેરાની શાળામાં કુદરતે આપેલા ખોટ વચ્ચે જિંદગીને સફળ બનાવવા અભ્યાસ ચાલે છે. હાથના ઈશારે ચાલતી જિંદગીમાં પણ જીવનને સુખમય બનાવા પ્રયત્નો થતા હોઈ છે ત્યારે મૂંગા બહેરાની શાળાના 26 વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં અલગ અલગ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. જેમાં શાળાના 26 વિદ્યાર્થીઓ મળીને 44 મેડલો પ્રાપ્ત કરીને આવ્યા છે જેમાં 16 ગોલ્ડ મેડલ, 8 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. શાળામાં પીટી ઉષાના નામથી જાણીતી પ્રભા સોલંકી 16 વર્ષની છે, તેણે ખેલ મહાકુંભમાં દોડમાં ભાગ લઈને રાજ્ય કક્ષાનો પ્રતિભા પુરસ્કાર એવોર્ડ મેળવીને શાળા અને ભાવનગરનું નામ રોશન કર્યું છે.

આ પણ વાંચો, ભાવનગર: 281 અનાથ દીકરીઓના સમૂહ લગ્ન, ડ્રોનની નજરે જુઓ સુંદર માહોલ

પ્રભા ધોરણ 8માં મૂંગા બેહરા શાળામાં અભ્યાસ કરે છે પ્રભા સોલંકી મહુવાના બગદાણા ગામની ખેડૂતની દીકરી છે અને ખેતરમાં પોતાનો કાળો પરસેવો પણ નાની ઉમરે પાડી ચૂકી છે. પ્રભા 100, 200 અને 400 મીટરમાં હંમેશા બાઝી મારતી આવી છે. પ્રભા કાને સાંભળી શકતી નથી પરંતુ પોતાના શરીરની ઉણપને ક્યારેય તેને કમજોરી બનાવી નથી. પ્રભાનું માનવું છે કે જો તમે ખૂબ મહેનત કરો તો કોઈ પણ ક્ષેત્રમાં જીત મેળવી શકો છો. પ્રભાના પિતા ખેડૂત છે અને મહુવાના બગદાણા ગામે ખેતી કરીને ગુજરાન ચલાવે છે. પિતાની સાથે ખેતરમાં કરેલી કાળી મજૂરીને ધ્યાનમાં લઈને આજે પ્રભા સફળતા ચૂમી રહી છે જેનો સંદેશ દરેક યુવાન સુધી તે નાની વયે લોકોને આપી રહી છે

શારીરિક વિકલાંગ લોકો સમાજમાં પોતાનું આગવું સ્થાન ધરાવવામાં ક્યાંકને ક્યાંક પાછળ રહેતા હોઈ છે ત્યારે સામાજિક સંસ્થાઓ હેઠળ ચાલતી વિકલાંગ બાળકોની શાળાઓના કારણે આજે વિકલાંગ પોતાની કલાને છતી કરતા થતા છે અને મૂકબધીર જેવી પ્રભા અને તેના શાળાના વિદ્યાર્થીઓએ સાબિત કરી બતાવ્યું છે કે હમ કિસીસે કમ નહીં...
First published: December 6, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading