રાજ્યમાં શ્રેષ્ઠ ૧૧ શિક્ષકો "ચિત્રકૂટ" એવોર્ડથી મોરારી બાપુના હસ્તે સન્માનિત

News18 Gujarati
Updated: January 11, 2019, 7:27 PM IST
રાજ્યમાં શ્રેષ્ઠ ૧૧ શિક્ષકો
News18 Gujarati
Updated: January 11, 2019, 7:27 PM IST
અનીલ માઢક, ભાવનગર

મહુવાના તલગાજરડા ખાતે મોરારીબાપુ દ્વારા રાજ્યમાં શ્રેષ્ઠ ૧૧ શિક્ષકોને "ચિત્રકૂટ" એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોરારીબાપુ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી જાન્યુઆરી માસમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરી તેને પચ્ચીસ હજાર રૂ.,પ્રમાણપત્ર અને શાલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવે છે. આજના આ ચિત્રકૂટ એવોર્ડ પ્રસંગે અધેવાડા શિવકુંજ આશ્રમના સીતારામબાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા.

તલગાજરડા ખાતે મોરારીબાપુ અને અધેવાડા શિવકુંજ આશ્રમના સીતારામબાપુ ની ઉપસ્થિતિમાં ચિત્રકૂટ એવોર્ડ રાજ્યના ૧૧ શ્રેષ્ઠ શિક્ષકોને આપવામાં આવ્યા હતા. જેમાં અશોકભાઈ પટેલ-મોટા પૌંઢા પ્રા.શાળા, મનસુખભાઈ સરવૈયા-ગોવિંદપરા પ્રાથમિક શાળા,જગતસિંહ યાદવ-ઝઘડિયા- તાલુકા કુમારશાળા, વિજયસિંહ ગોલેતર-ભંડારિયા પ્રાથમિક શાળા,દયાબેન સોજીત્રા-અમરાપુર પ્લોટ પ્રાથમિક શાળા,ધ્રુવગીરી ગોસ્વામી-દિગ્વિજયનગર વાંકાનેર પ્રાથમિક શાળા, રમેશકુમાર પંડ્યા-નાયકા ફળિયા મોટા સોનેલા શાળા, નીકીતાબેન વ્યાસ-ન.પ્રા. પબ્લિક સ્કુલ વેજલપુર અમદાવાદ,પ્રતાપસિંહ રાઠોડ-ઝાંખરીયા પ્રા.શાળા, સતીષ કુમાર પ્રજાપત-બાકરોલ કેન્દ્રવર્તી શાળા તા.કલોલ, નીલેશકુમાર સોલંકી-ટીંબાપુરા પ્રાથમિક શાળાને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને રૂપિયા 25 હજારનો રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને શાલ અર્પણ કરવામાં આવ્યા હતા.

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને મોરારીબાપુ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી ચિત્રકૂટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવે છે. જાન્યુઆરી માસમાં મહુવાના તલગાજરડા ખાતે મોરારીબાપુ દ્વારા પસંદ થયેલા શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ જેમાં પચ્ચીસ હજાર રૂપિયા, પ્રમાણપત્ર અને શાલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવે છે.
First published: January 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...