ભાવનગરઃ સોનગઢમાં બાંકડો ઉડ્યો, પાલિતાણામાં દિવાલ પડતા એક વ્યક્તિનું મોત

News18 Gujarati
Updated: June 13, 2019, 6:12 PM IST
ભાવનગરઃ સોનગઢમાં બાંકડો ઉડ્યો, પાલિતાણામાં દિવાલ પડતા એક વ્યક્તિનું મોત
રેલવે સ્ટેશન ઉપર બાંકડાની તસવીર

ભાવનગરના સોનગઢના રેલવે સ્ટેશન ઉપર ભારે પવનના કારણો બાકડો ઉડ્યો હતો.

  • Share this:
ચિરાગ ત્રિવેદી, ભાવનગરઃ વાયુ વાવાઝોડું ગુજરાતથી દૂર જતું જાય છે પરંતુ તેની અસર વર્તાઇ રહી છે. વાયુની અસરના કારણે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. પવનની સ્પીડ એટલે છે કે ઝાડ, થાંભળા પણ જમીન દોસ્ત થયા છે. તો ભાવનગરના સોનગઢમાં ભારે પવનથી બાકડા ઉડ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે ભાવનગરના સોનગઢના રેલવે સ્ટેશન ઉપર ભારે પવનના કારણો બાકડો ઉડ્યો હતો. રેલવે સ્ટેશન ઉપર રાખેલો બાકડો ઉડીને રેલવે ટ્રેલ જ જઇ પડ્યો હતો. સાથે સાથે ભારતીય રેલવે તંત્ર દ્વારા આ વિસ્તારમાં આવનારી તમામ ટ્રેનો રદ કરી છે.

વધુ મળતી માહિતી પ્રમાણે પાલીતાણામાં સાતમા માળની દિવાલ ધરાશાયી થઇ છે. ધર્મશાળાનું કામ શરૂ હતું તે દરમ્યાન ઘટના બની છે. દિવાલ ધરાશાયી થતા બે લોકો દબાયા હતા.

બે દબાતા એકનું સારવારમાં દરમિયાન મોત નીપજ્યું હતું. તો એકની ગંભીર હાલત ગંભીર રહેતા તેની સારવારચાલું છે. પાલીતાણમાં વરસાદના વિરામ બાદ ઘટના બની હતી.

આ પણ વાંચોઃ-LIVE: વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાથી વધુ દૂર ગયું, ત્રણ કલાક સુધી ભારે વરસાદની આગાહી
વાયુ વાવાઝોડાની દિશા ફંટાયા બાદ ગુજરાત માટે આંશિક રાહત થઈ છે. પણ હવામાન વિભાગે જણાવ્યું છે કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને પવન ફૂંકાશે તેથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે. બપોર બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારોમાં પવન સાથે વરસાદ નોંધાયો છે.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક ચર્ચા કરી કેન્દ્ર સરકાર તરફથી પૂરતી સહાય આપવાની બાંહેધરી આપી છે. રાજ્યમાં સ્થિતિ થાળે પાડવા માટે વહિવટી તંત્રની સાથોસાથ એનડીઆરએફની ટીમો કાર્યરત છે.

First published: June 13, 2019, 4:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading