Home /News /kutchh-saurastra /

તળાજા: સ્વાઇનફલૂનાં ફુંફાંડા વચ્ચે આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ઉકાળા વિતરણ શરૂ કરાયું

તળાજા: સ્વાઇનફલૂનાં ફુંફાંડા વચ્ચે આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ઉકાળા વિતરણ શરૂ કરાયું

હાલ સમગ્ર દેશમાં સ્વાઇન ફ્લૂનાં કારણે અનેક લોકો મોતને ભેટી રહ્યાં છે. જેમાં રાજસ્થાનમાં સૌથી વધારે લોકો મરી રહ્યા છે અને ત્યારબાદ ગુજરાતનો વારો આવે છે.

તળાજા તાલુકાનાં ત્રાપજ અને છાપરી ગામે બે લોકોના સ્વાઇન-ફ્લૂને કારણે મોત થયા છે.

    તળાજા: ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકાનાં ગામડાઓમાં સ્વાઇનફ્લૂએ બે લોકોનો ભોગ લીધો છે અને હવે જિલ્લાનું આરોગ્ય તંત્ર ઉંધમાંથી સફાળુ જાગ્યુ છે. લોકો સ્વાઇનફ્લૂથી સુરક્ષિત રહે તે માટે સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે ઋતુજન્ય રોગથી બચવા માટે ઉકાળા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

    રાજ્ય સહિત ભાવનગર જિલ્લા અને તળાજા પંથકમાં પણ સ્વાઇનફ્લૂએ ભરડો લીધો છે. તળાજા તાલુકાનાં ત્રાપજ અને છાપરી ગામે બે લોકોના સ્વાઇન-ફ્લૂને કારણે મોત થયા છે.

    તળાજા આયુર્વેદ હોસ્પિટલનાં વૈદ્ય ભરત પટેલનાં જણાવ્યા પ્રમાણે હોસ્પિટલ દ્વારા ઉકાળો બનાવી લોકોને રૂબરૂમાં પીવરાવવામાં આવી રહ્યો છે. સવારે ૮.૩૦ થી ૧૧ વાગ્યા સુધી વિનામૂલ્યે ઉકાળો પીવરાવવામાં આવશે.

    આ પણ વાંચો: સ્વાઇન ફ્લૂથી એક દિવસમાં ચાર મોત, 2019માં સ્વાઇન ફ્લૂના કારણે 55 મોત

    લોકો ને ઘરે ઉકાળો બનાવવા માટે સરકારના પરિપત્ર સિવાય લઈ જવા દેવામાં નહિ આવે. ડિપાર્ટમેટ ઓફ આયુષ, આરોગ્ય પરિવાર વિભાગ દ્વારા ઉકાળા બનાવી પીવરાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેમાં ઉકાળા ની સ્ટોક મર્યાદિત હોય જાહેર અથવા તો સેવાભાવી સંસ્થાને હજુ ઉકાળા વિતરણ કરવામાટે નથી આપવામાં આવતા.

    આરોગ્ય વિભાગની સલાહ: બીમાર બાળકો શાળામાં ન આવે

    હાલ સમગ્ર દેશમાં સ્વાઇન ફ્લૂનાં કારણે અનેક લોકો મોતને ભેટી રહ્યાં છે. જેમાં રાજસ્થાનમાં સૌથી વધારે લોકો મરી રહ્યા છે અને ત્યારબાદ ગુજરાતનો વારો આવે છે. સ્વાઇન ફ્લૂથી બચવા માટે સરકારે એક એડવાઇઝરી પણ બહાર પાડી છે અને એવુ કહેવામાં આવ્યુ છે કે, સર્દી કે ખાંસી થાય તો તરત જ નજીકનાં ડોક્ટરનો સંપર્ક કરવો અને તાત્કાલિક સારવાર લેવી. નિદાન ઝડપથી થાય તો તેનાથી બચી શકાય.

    તંત્રનો તમાસો! ભાવનગર જીલ્લામાં સ્વાઈન ફ્લૂથી 10 મહિનામાં 16ના મોત, 82 કેસ પોઝેટીવ
    First published:

    Tags: Ayurved, SwineFlu, Talaja

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन