Home /News /kutchh-saurastra /

ભાવનગરઃ ચૂંટણી પર ફરજ દરમિયાન આર્મી જવાનને હાર્ટઅટેક આવતા મોત

ભાવનગરઃ ચૂંટણી પર ફરજ દરમિયાન આર્મી જવાનને હાર્ટઅટેક આવતા મોત

મૂળ રાજસ્થાનના ગંગાનગરના રહેવાસી લેખરામ પ્રેમરામ રામને નિયમાનુસાર ભાવનગર ડીએસપી કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

મૂળ રાજસ્થાનના ગંગાનગરના રહેવાસી લેખરામ પ્રેમરામ રામને નિયમાનુસાર ભાવનગર ડીએસપી કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

ભાવનગરઃ ઉત્તર પ્રદેશમાં તહેનાત અને ચૂંટણી માટે શહેરમાં આવેલા સીમા સુરક્ષા બળના જવાન લેખરામ રામને શનિવારે સવારે છાતીમાં દુઃખાવો થતા ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સ્થાનિક ડોક્ટર્સ મેજર હાર્ટઅટેકને કારણે તેમને બચાવી શક્યા ન હતા.

SSBના હાજર ડીઆઈજી અને સ્થાનિક કલેકટર દ્વારા મૂળ રાજસ્થાનના ગંગાનગરના રહેવાસી લેખરામ પ્રેમરામ રામને નિયમાનુસાર ભાવનગર ડીએસપી કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સીમા સુરક્ષા બળના દરેક જવાનો અને બોર્ડર વિંગ સહિત ભાવનગર પોલીસે ગાર્ડ ઓફ ઓનરમાં હાજરી આપી શોક વ્યક્ત કર્યો હતો.

ચૂંટણીમાં આપવામાં આવેલા રાજ્યગુરુ બોર્ડિંગ ખાતે સવારે તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું. મોત બાદ સ્થાનિક તંત્ર પાર્થિવ દેહને ઝડપથી મોકલવામાં નિષ્ફળ રહ્યું હોવાનું જણાયું હતું. તંત્ર દ્વારા જવાનના પાર્થિવ દેહને સ્થાનિક એમ્બ્યુલન્સ મારફતે રાજસ્થાન સુધી મોકલવામાં આવ્યો હતો.
First published:

Tags: Army javan, Army on duty, Assembly Electoin 2017, Election durty, Gujarat Election 2017, ગુજરાત ચૂંટણી, ભાવનગર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन