ઉના: આંગડિયા પેઢીના કર્મચારીને ધક્કો મારી 13 લાખ રુપિયાની લુંટ

News18 Gujarati
Updated: November 2, 2018, 7:41 PM IST
ઉના: આંગડિયા પેઢીના કર્મચારીને ધક્કો મારી 13 લાખ રુપિયાની લુંટ
આંગડિયા પેઢીના કર્મચારીને ધક્કો મારી 13 લાખ રુપિયાની લુંટ

બાઈક પર આવેલા વ્યક્તિઓએ આંગડિયા પેઢીના કર્મચારીને ધક્કો મારી તેની પાસેથી 10 લાખ રોકડ અને 3 લાખના હીરા ભરેલા બેગની લુંટ કરી

  • Share this:
ઉના-ભાવનગર રોડ પર આંગડિયા પેઢીનો કર્મચારી લુટાયો છે. બાઈક પર આવેલા વ્યક્તિઓએ આંગડિયા પેઢીના કર્મચારીને ધક્કો મારી તેની પાસેથી 10 લાખ રોકડ અને 3 લાખના હીરા ભરેલા બેગની લુંટ કરી નાસી ગયા હતા.

પી.શૈલેષ નામની આંગડિયા પેઢીના કર્મચારી વિષ્ણુ બાલુભાઇ પટેલ બાઈક પર જઈ રહ્યા હતા. ત્યારે બાઇક પર આવેલા ત્રણ વ્યક્તિએ કર્મચારીને ધક્કો મારતા તે બાઇક સાથે રોડ નીચે ઢસડાયો હતો. બાદમાં ત્રણેય વ્યક્તિઓએ તેની પાસે રહેલા થેલાની લુંટ કરી હતી. કૌશિકકુમાર એન્ડ કંપની જે હીરાનો વેપાર કરે છે. તેના 10 લાખ રોકડા અને 3 લાખથી વધુના હીરા ભરેલો આ થેલો લૂંટી ગયા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
First published: November 2, 2018
વધુ વાંચો
अगली ख़बर