બગોદરા-ભાવનગર હાઇવે આજે પણ બંધ, વાહનો લીંબડી ડાયવર્ટ કરાયા

News18 Gujarati
Updated: August 12, 2019, 12:50 PM IST
બગોદરા-ભાવનગર હાઇવે આજે પણ બંધ, વાહનો લીંબડી ડાયવર્ટ કરાયા
ધોળીધજા અને ભોગાવોના પાણી ફરી વળ્યાં, હાઇવે પર પાણી ફરી વળતાં રસ્તો બે દિવસથી બંધ

ધોળીધજા અને ભોગાવોના પાણી ફરી વળ્યાં, હાઇવે પર પાણી ફરી વળતાં રસ્તો બે દિવસથી બંધ

  • Share this:
સંજય ટાંક, બગોદરા : ભારે વરસાદના કારણે હાઇવે પર પાણી ફરી વળતાં બગોદરા-ભાવનગર હાઇવે સતત ત્રીજા દિવસે બંધ રાખવાની ફરજ પડી છે. હાઇવે પર ધોળીધજા અને ભોગાવો નદીના પાણી ફરી બગોદરાથી ભાવનગર જતાં વાહનોને લીંબડી તરફ ડાયવર્ટ કરાયા છે.

બગોદરથી-ભાવનગર અને ધંધૂકા જતા હાઇવે પર પોલીસે સતત પેટ્રોલિંગ રાખ્યું છે. હાઇવે બે દિવસથી બંધ થતાં વાહન ચાલકોને તકલીફ પડી રહી છે. પોલીસે બગોદરાથી ફેદરા-ધોલેરા જવાના માર્ગે બેરીકેડ મૂકી દીધા છે. કોઈ પણ વાહન આ માર્ગે જઈ શકે તેવી સ્થિતિ નથી.


આ પણ વાંચો :  અમદાવાદઃ ધોલેરા પાસે હાઇવે ઉપર પાંચ ટ્રક સહિત અનેક વાહનો પલટી માર્યા

ઉલ્લેખનીય છે કે ગઈકાલે ધોલેરા-વટામણ વચ્ચે પાણી ભરાઈ જવાના કારણે ટ્રક પલટી થયા હતા. દરમિયાન ગઈકાલે ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર પાણીનો ભરાવો થતા હાઇવે પરનું નાળું તોડવાની ફરજ પડી હતી. હિટાચી મશીન દ્વારા નાળા પર આવેલા પાળા તોડીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

 
First published: August 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...