AUSvsBAN Live: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 368, વોર્નરે 138 બોલમાં ફટકાર્યા 150 રન

ઓસ્ટ્રેલિયાની ટીમમાં એડમ જંપા, નાથન કુલ્ટર નાઇલ અને માર્ક્સ સ્ટોયનિસની વાપસી થઇ છે. બાંગ્લાદેશની ટીમમાં પણ બે ફેરફાર.

News18 Gujarati
Updated: June 20, 2019, 8:34 PM IST
AUSvsBAN Live: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 368, વોર્નરે 138 બોલમાં ફટકાર્યા 150 રન
ઓસ્ટ્રેલિયાની ટીમમાં એડમ જંપા, નાથન કુલ્ટર નાઇલ અને માર્ક્સ સ્ટોયનિસની વાપસી થઇ છે. બાંગ્લાદેશની ટીમમાં પણ બે ફેરફાર.
News18 Gujarati
Updated: June 20, 2019, 8:34 PM IST
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની 26મી મેચમાં બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાની ટક્કર થઇ રહી છે. ટોસ ઓસ્ટ્રેલિયાએ જીત્યો અને તેણે પહેલા બેટિંગ પસંદ કરી છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં એડમ જંપા, નાથન કુલ્ટર નાઇલ અને માર્ક્સ સ્ટોયનિસની વાપસી થઇ છે. બાંગ્લાદેશની ટીમમાં પણ બે ફેરફાર થયા છે, સેફુદ્દીનની જગ્યાએ રૂબેલ હુસૈન અને મોસાદ્દેક હુસૈનની જગ્યાએ સબ્બીર રહમાનને તક મળી છે.

 382 રનનો પીછો કરતાં બાંગ્લાદેશે 12 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 63 રન કર્યા છે. શાકિબ અલ હસન 20 રને અને તમીમ ઇકબાલ 26 રને રમી રહ્યા છે. સૌમ્ય સરકાર 10 રને ફિન્ચના સીધા થ્રો થકી રન આઉટ થયો હતો.

વર્લ્ડકપની 26મી મેચમાં ટ્રેન્ટબ્રિજ ખાતે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરતાં 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 381 રન કર્યા છે. બાંગ્લાદેશને જીત માટે 382 રનનો ટારગેટ મળ્યો છે.

ઉસ્માન ખ્વાજા 89 રને સૌમ્ય સરકારની બોલિંગમાં કીપર રહીમના હાથે કેચ આઉટ થયો હતો. ​​​​​ગ્લેન મેક્સવેલ 10 બોલમાં 32 રન કરીને રનઆઉટ થયો હતો. તેણે શોર્ટ ફાઇન લેગ પર બોલને માર્યો હતો અને ખ્વાજાએ અર્ધી પીચથી તેને ના પાડતા મેક્સવેલ પેવેલિયન ભેગો થયો હતો.

ડેવિડ વોર્નર સૌમ્ય સરકારની બોલિંગમાં શોર્ટ થર્ડમેન પર રુબેલ હુસેનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 147 બોલમાં 14 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી 166 રન કર્યા હતા. વોર્નરે પોતાની વનડે કરિયરની 16મી સદી ફટકારી છે. તેણે વિરાટ કોહલીની બરોબરી કરતાં 110 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. દ. આફ્રિકાના હાશિમ અમલાએ સૌથી ઝડપી 94 ઇનિંગ્સમાં 16 સદી ફટકારી હતી.

ફિન્ચ સૌમ્ય સરકારની બોલિંગમાં શોર્ટ-થર્ડમેન પર રુબેલ હુસેનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 51 બોલમાં 5 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી 53 રન કર્યા હતા. વોર્નર અને ફિન્ચે વનડેમાં સાતમી વાર 100 રનની ભાગીદારી કરી હતી.
ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશની નજર સેમીફાઇનલ પર છે, આ મેચ જીતશે તો સેમિફાઇનલમાં જગ્યા માટે પ્રબળ દાવેદાર બની જશે. બંને ટીમોએ અગાઉની મેચ જીતી છે. પોઇન્ટ ટેબલમાં બાંગ્લાદેશનો દેખાવ સારો છે, એવામાં જો તે ઓસ્ટ્રેલિયાને હરાવશે તો તે સેમિફાઇનલના પ્રબળ દાવેદાર થઇ જશે.

અહીં ક્લિક કરી વાંચોઃ પાકિસ્તાન ટીમને પ્રતિબંધ કરવાની માંગણી, કોચ-પસંદગીકારની હકાલપટ્ટી નક્કી!

બાંગ્લાદેશની ટીમ: મશરફે મુર્તજા(કેપ્ટન), તમીમ ઈકબાલ , સૌમ્ય સરકાર , શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ (વિકેટ કીપર), લિટન દાસ, મહમુદુલ્લાહ, સબ્બીર રહેમાન, રુબેલ હુસેન, મેહદી હસન અને મુસ્તફિજુર રહમાન

ઓસ્ટ્રેલિયા: આરોન ફિન્ચ (કેપ્ટ્ન), ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી(વિકેટકીપર), પેટ કમિન્સ, નેથન કુલ્ટર નાઇલ, મિચેલ સ્ટાર્ક અને એડમ ઝાંપા.
First published: June 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...