કન્હૈયા કુમારનું સંસદમાં જવાનું સપનું પૂરું ન થયું, જાણો કેટલા મતોથી હાર્યો

JNU મામલો: 1200 પાનાની ચાર્જશીટમાં કન્હૈયા કુમાર-ઉમર ખાલિદ સહિત 10 પર દેશદ્રોહનો આરોપ

 • Share this:
  લોકસભા ચૂંટણી 2019ની સૌથી હોટ સીટમાં બેગુસરાય પણ સામેલ હતી, જે ચૂંટણી જાહેર થયા બાદ ભારે ચર્ચામાં રહી, આ પાછળનું કારણ હતું અહીં જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર ચૂંટણી લડી રહ્યાં હતા, કન્હૈયા ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર હતા, કન્હૈયાના સપોર્ટમાં દેશભરમાં યુવા નેતાઓ બેગુસરાય ઉતર્યા હતા, જેમાં સ્વરા ભાસ્કર, શબાના આઝમી, જાવેદ અખ્તર અને પ્રકાશ રાજ મત માગવા આવ્યા હતા. પરંતુ ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સામે કન્હૈયા કુમારની 4 લાખ મતથી હાર થઇ.

  બેગુસરાયમાં કુલ મતદાન 12.17 લાખ મતો પડ્યા હતા, જેમાં ગિરિરાજને 6.88 લાખ મત મળ્યા, તો JNU વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયા કુમારને 2.68 લાખ મત મળ્યા. વર્ષ 2014માં બેગુસરાય સીટ પર બીજા નંબર પર રહેલા રાજદ નેતા અને મહાગઠબંધન ઉમેદવાર તનવીર હસનને માત્ર 1.97 લાખ મત મળ્યા અને ત્રીજા આ વખતને ત્રીજા નંબર પર રહ્યાં. તો બેગુસરાયમાં 20.408 મતદારોએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો.

  યુવા નેતાઓમાં આઘાત

  કન્હૈયા જ્યાં પણ ભાષણ આપતાં ત્યાં યુવાનો તેને સાંભળવા માટે જમા થઇ જતા, સોશિયલ મીડિયા પર કન્હૈયા કુમારની ડિબેટના વીડિયો ખૂબ વાયરલ થયા હતા. સમગ્ર બેગુસરાયમાં કન્હૈયાએ જેવી રીતે કેમ્પેન કર્યું અને યુવાનોને જે ઉત્સાદથી તેનો સાથ આપ્યો તેનાથી લાગતું હતું કે તે સંસદમાં પહોંચી જશે. કન્હૈયાએ બેરોજગારી, ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો. તો કન્હૈયાની રાજનીતિક વિચારથી પ્રભાવિત થઇને દેશના અનેક યુવા નેતાઓ પણ કન્હૈયાના સપોર્ટમાં ઉતર્યા હતા, જેમાં અભિનેત્રી સ્વરા ભાસ્કર, શબાના આઝમી, જાવેદ અખ્તર, સ્ટેન્ડઅપ કોમેડિયન કુનાલ કામરા સહિત યુવા નેતાઓનો સમાવેશ થાય છે.

  ભાજપે ભુમિહાર બહુમતિ ધરાવતી આ સીટ પર જાતિવાદ કાર્ડ ખેલ્યું અને આ જાતિના કેન્દ્રીય મંત્રી ગિરિરાજને ઉતાર્યા, તો સીપીઆઇએ ભુમિહાર જાતિના જ કન્હૈયા કુમારને ટિકિટ આપી, તનવીર હસન અને કન્હૈયા વચ્ચે મુસ્લિમ મતના ભાગલાનો સીધો ફાયદો ગિરિરાજ સિંહને થયો હોવાનું રાજકીય વિશ્લેષક માની રહ્યાં છે.
  Published by:Vinod Zankhaliya
  First published: