ક્યાંક એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ તો ક્યાંક ગર્ભવતી માતાને બોટમાં લાવવામાં આવી

News18 Gujarati
Updated: June 13, 2019, 2:24 PM IST
ક્યાંક એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ તો ક્યાંક ગર્ભવતી માતાને બોટમાં લાવવામાં આવી

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : ગુજરાતીઓ માટે સૌથી રાહતના સમાચાર આવ્યાં છે કે વાયુ વાવાઝોડાની અસર ઓછી થશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આવનારુ આ વાવાઝોડું હવે દિશા બદલીને ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે. રાજ્યમાં પ્રસરેલી ભયજનક સ્થિતિમાં પણ જૂનાગઢ અને અમરેલી જિલ્લામાંથી સારા સમાચાર આવી રહ્યાં છે.

108ની એમ્બ્યુલન્સમાં પ્રસૂતી

ઇમરજન્સીમાં જૂનાગઢ જિલ્લાનાં માલિયા વિસ્તારમાં એક મહિલાની પ્રસૂતી 108ની એમ્બ્યુલન્સમાં કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે હાલ માતા અને બાળકની તબિયત સારી છે. આ ઊપરાંત અમરેલીમાં પણ સાત મહિનાની ગર્ભવતી મહિલાને પ્રીમેચ્યોર પ્રસૂતી દર્દ ઉપડતા પ્રસૂતી કરવાની જરૂર પડી હતી. મહિલાને દર્દ ઉપડતા એનડીઆરએફની ટીમે ભારે જહેમત ઉઠાવીને બોટમાં સિયાલબેટ મેડિકલ સેન્ટરમાં લાવવામાં આવી હતી. આ મહિલાને પ્રસૂતી માટે NICUમાં લઇ જવામાં આવી છે.

એમ્બ્યુલન્સમાં પ્રસૂતી કરાવવામાં આવી.


NDRFની ટીમે ગર્ભવતી મહિલાને કરી મદદ

આ પહેલા પણ ભાવનગરમાં આવો જ કિસ્સો સામે આવ્યો હતો. ત્યાંનાં કલેક્ટરે ટ્વિટ કરીને જણાવ્યું છે કે ગઇકાલે રાતે 12.30 કલાકે 15 ગર્ભવતી મહિલાઓને વાયુ વાવાઝોડાનાં કારણે શિફ્ટ કરવામાં આવી હતી. જેમાંથી 4 પ્રસૂતિ થઇ છે જે સફળ રહી છે. બાળકો અને માતાની તબિયત સારી છે.


હવામાન વિભાગના મનોરમા મોહંતીએ જણાવ્યું કે, વાયુ વાવાઝોડાના કારણે દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારોમાં બપોરે 135થી 160 કિમીની ઝડપે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

 
First published: June 13, 2019, 12:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading