રાજુલાઃ પ્રેમમાં અંધ પત્નીએ મિત્ર સાથે મળી કરી પતિની હત્યા

News18 Gujarati
Updated: September 27, 2018, 7:19 AM IST
રાજુલાઃ પ્રેમમાં અંધ પત્નીએ મિત્ર સાથે મળી કરી પતિની હત્યા

  • Share this:
રાજુલાના કુંડલીયાળા અને રીંગણીયાળા ગામમાં રહેતા ભોળાભાઇ ભરવાડ બે દિવસથી ગુમ હતા. આથી ભોળાભાઇના ભાઇએ ડુંગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરતા સીમ વિસ્તારમાંથી ભોળાભાઇની દાટેલી લાશ બહાર કાઢી હતી અને તેની હત્યા થયાનું ખુલ્યું હતું. પોલીસે ભોળાભાઇના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં ભોળાભાઇની પત્નીએ અને તેના મિત્રએ હત્યા કરી લાશ દાટી દીધાનું ખુલ્યું છે. ભોળાભાઇની પત્ની અને તેના મિત્ર વચ્ચે પ્રેમપ્રકરણ હોવાથી આડખલીરૂપ ભોળાભાઇની બંનેએ હત્યા કરી દીધી હતી અને લાશને દાટી દીધી હતી.

રાજુલા તાલુકાના ડુંગર ગામના ભોળાભાઈ અરજણભાઇ ગોહિલ ભરવાડ (ઉ. 27) કુંડલિયાળા અને રીગણીયાળા ગામના સીમ વિસ્તારમાં કાળુભાઇની વાડીએ ફાર્મે જમીન વાવવા રાખી હતી. પત્ની અને સંતાન સાથે 3 મહિનાથી કામ કરતા હતા અને રહેવાસી ડુંગર ગામના હતા. મોટાભાગે તે હતા વાડીમાં રહેતા હતા અને 7 વર્ષ પહેલા તેમને કાજલબેન સાથે લવ મેરેજથી લગ્ન કર્યા હતા. પરંતુ 2 દિવસથી કોઈ સંપર્કમાં ન હોવાને કારણે તેમના મોટાભાઈ જગાભાઈ અરજણભાઇએ પહેલા વાડી સહિત વિસ્તારમાં તપાસ કરી ત્યારબાદ મૃતકના ભાઈએ ડુંગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાહેરાત આપી હતી. તેને લઇને પોલીસ પણ તપાસ કરી રહી હતી. જેમાં તપાસ દરમિયાન વાડીના ફરજામાં બ્લડ વાળા ઓચિકા અને ગોદડાં જોવા મળ્યા હતા. જેને લઇને પોલીસે ગંભીરતાથી તપાસ શરૂ કરી અને સ્થાનિક સહિત પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા અને હત્યાની આશંકાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારબાદ મૃતક ભોળાભાઈ જે વાડીમાં કામ કરતા હતા તેની બાજુની વાડીમાં તેમને ખાડો ગાળી દાટી દીધા હોવાને કારણે માખીઓ સતત બણબણતી હતી અને શંકાના આધારે વધુ ખાડો કર્યો અને મૃતકના હાથ દેખાયા. ત્યારબાદ મામલતદાર સહિત તંત્રના અધિકારીઓને જાણ કરતા તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને ત્યારબાદ તેમની લાશ છે તે ડુંગર પોલીસે વીડિયો શૂટિંગ સાથે મામલતદારની હાજરીમાં લાશને બહાર કાઢી અને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ હોવાનું જાણવા મળ્યું હતું. 3 દિવસ જેટલો સમય લાશ જમીનમાં રહેવાના કારણે અતિ ગંધ મારતી હતી

આરોપી પત્ની અને પ્રેમી ફરાર

ભોળાભાઈના મિત્ર નાગજીભાઈ મંગાભાઇ ભરવાડ રહે હાડીડા અને તેમની પત્ની કાજલબેન ભોળાભાઈએ હત્યા કરી લાશને દાટી હોવાનું પોલીસે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે. જો કે હજુ સુધી પત્ની અને તેમના પ્રેમી મૃતકના મિત્રની શોધખોળ હાથ ધરી છે. હજુ સુધીમાં તેમનું કોઈ લોકેશન મળ્યું નથી. લાશને પીએમ માટે પ્રથમ રાજુલા ત્યારબાદ ભાવનગર હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. લાશ મળી આવતા આસપાસના ગામોના સરપંચ સહિત અગ્રણીઓ દોડી આવ્યા હતા. મૃતક ભરવાડ સમાજનો હોવાને કારણે ભરવાડ સમાજના લોકો પણ અહીં મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને ડુંગર પીએસઆઇ ગોહિલ સહિત પોલીસ સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં આ પ્રકારનો માસ્ટરપ્લાન ઘડી હત્યા કરતા પોલીસ તંત્ર પણ ચોકી ઉઠ્યું હતું. ડુંગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારની ઘટના બનતા નાનકડા પોલીસ સ્ટેશનમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જો કે આ ડુંગર પોલીસ સ્ટેશનમાં આજે મૃતકના ભાઈએ જગાભાઈ અરજણભાઇ ભરવાડે હત્યાની ફરિયાદ આપી છે. જેમાં આરોપી તરીકે મૃતકની પત્ની કાજલબેન ભોળાભાઈ અને મૃતક ભોળાભાઈનો મિત્ર નાગજીભાઈ જગાભાઈનું નામ આપ્યું છે બંને વચ્ચે પ્રેમ સબંધો હતા અને મરનાર ભોળાભાઈ બંને વચ્ચે આડખીલીરૂપ બનતા હોય જેથી બંને આરોપીએ આયોજનપૂર્વક કાવતરું કરી ભોળાભાઈના માથાના ભાગે હથિયાર વડે માર મારી ગંભીર ઇજા નિપજાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

પત્ની કાજલબેને પ્રથમ ભોળાભાઈ સાથે પ્રેમ થતા લગ્ન કરી 7 વર્ષ જેટલો સમય વિતાવ્યો. ત્યારબાદ ભોળાભાઈનો મિત્ર વાંરવાર નાગજી વાડીએ આવતો હોવાથી પારિવારિક મિત્રતા હતી. ત્યાર બાદ નાગજીને કાજલ સાથે પ્રેમ થતા કાજલ અને નાગજીએ આયોજન કરી કાજલના પતિ ભોળાભાઈની હત્યા કરી નાખી.
First published: September 26, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading