Video: અમરેલીમાં વધુ એક લાયન શોનો વીડિયો વાયરલ, વન વિભાગ એક્શનમાં

News18 Gujarati
Updated: November 2, 2018, 1:41 PM IST
Video: અમરેલીમાં વધુ એક લાયન શોનો વીડિયો વાયરલ, વન વિભાગ એક્શનમાં
લાયન શોના આ વીડિયોમાં પાંચ સિંહોને શિકારની મિજબાની આપવામાં આવી છે.

લાયન શોના આ વીડિયોમાં પાંચ સિંહોને શિકારની મિજબાની આપવામાં આવી છે.

  • Share this:
ગીરમાં 23 સિંહોના મોત બાદ રાજ્યમાં સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ સામ સામે આવી ગયા હતા. ગીરના સિંહો મામલે રાજ્યમાં ખુબ રાજકારણ ગરમાયું અને સત્તાધારી પક્ષ ભાજપે સિંહોને બચાવવા માટે ખુબ મોટા વાયદાઓ કર્યા હતા, પરંતુ હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, તેને જોતા સરકારના વાયદાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે.

અમરેલીમાં સિંહના થતા લાયન શો નો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં સિંહને મારણ આપીને તેની પજવણી કરવામાં આવી રહી છે. જેમા પાંચ સિંહને તૈયાર શિકારની મિજબાની આપવામાં આવી છે. સિંહોની સુરક્ષામાં વનવિભાગ કેટલું નિષ્ફળ તેની પ્રતીતિ કરાવતો વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયો અમરેલી રેવેન્યુ વિસ્તારમાં વિહરતા સિંહનો હોવાની આશંકા છે. 23 સિંહોના મોત બાદ પણ વનતંત્ર સિંહોની સુરક્ષામાં સક્ષમ ન હોવાથી સિંહપ્રેમીઓ રોષ જોવા મળી રહ્યો છે.

 
First published: November 2, 2018, 1:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading