ઉનાથી ગ્રાઉન્ડ રિપોર્ટઃ વાસોલ ગામમાં છેલ્લા 24 કલાકથી ઘરોમાં ઘૂંટણસમા પાણી

News18 Gujarati
Updated: July 17, 2018, 4:35 PM IST
ઉનાથી ગ્રાઉન્ડ રિપોર્ટઃ વાસોલ ગામમાં છેલ્લા 24 કલાકથી ઘરોમાં ઘૂંટણસમા પાણી

  • Share this:
છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રમાં વરસાદે માઝા મુકી છે. વરસાદી પાણી અને ઉપરવાસના પાણીને કારણે ડેમ, નદીનાળા, ચેકડેમ છલકાઇ ગયા છે. ભારે-અતિભારે વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યાં છે. ઉનામાં પણ સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઉનાના આખા વાસોલ ગામમાં વરસાદી પાણી ભરાતા ગામ જાણે બેટમાં પરિવર્તિત થઇ ગયું છે.

ઉનાનું વાસોલ ગામ આશરે 4000 લોકોની વસ્તી ધરાવે છે. ત્યાં છેલ્લા 24 કલાકથી ઘરોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. જેના કારણે ગામ લોકોનું જમવાનું અને સુવાનું મુશ્કેલ બની ગયું છે. તો બીજી બાજુ ગામમાં એનડીઆરએફની ટીમ આવી ગઇ છે. પરંતુ તેમના માટે કોઇ ફૂડ પેકેટની વ્યવસ્થા હાલ થઇ નથી.

ઘરોમાં ધૂંટણ સુધીના પાણીન્યૂઝ 18ની ટીમે ગામના એક પરિવાર સાથે વાત કરી હતી. જેમાં પરિવારના મોભીએ પોતાની વેદના ઠાલવતાં કહ્યું કે, 'અમારા ઘરમાં છેલ્લા 24 કલાકથી પાણી ભરાયા છે. અમે બીજા ગામે કે કોઇ કામ પર પણ નથી જઇ શકતાં. અમને જમવાની અને સુવાની તકલીફ પડી રહી છે.'

પરિવારના બહેન સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, 'છેલ્લા 24 કલાક અમે ઉભા ઉભા અને બેસીને જ કાઢ્યાં છે. ઘરમાં પાણી છે તેથી જમવાનું બનાવી નથી શકતાં. બાળકો પણ હેરાન થાય છે. અમને ઘણી તકલીફ પડી રહી છે.'

ગર્ભવતી મહિલાનું પરિવાર સાથે રેસક્યુ


ગર્ભવતી મહિલાનું પરિવાર સાથે રેસ્ક્યુNDRFની ટીમે એક ગર્ભવતી મહિલાને પરિવાર સાથે તેમના ગામથી બીજી જગ્યાએ ખસેડ્યાં હતાં. ગર્ભવતી મહિલાનું આજે સીમંત હતું અને હવે તેને અન્ય સલામત જગ્યાએ પરિવાર સાથે ખસેડવામાં આવી છે.

NDRFની ટીમ તૈનાત


રાજ્યમાં 40 ટકા વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ગીર-સોમનાથ, ભાવનગર, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 24 તાલુકાઓમાં 100 મિલીમીટર એટલે કે ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. 51થી 100 મિલીમીટર વરસાદ નોંધાયો હોય તેવા તાલુકાઓની સંખ્યા 42 છે.

જુઓ: વાસોલ ગામની સ્થિતિનો વીડિયો જોવા અહીં કરો ક્લિક

જ્યારે બાકીના તાલુકાઓમાં 26 મિલીમીટરથી ઓછો વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં 40 ટકા વરસાદ નોંધાયો છે.

(વાસોલથી અંકિત પોપટનો રિપોર્ટ)
First published: July 17, 2018, 2:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading