Home /News /kutchh-saurastra /

ગીરમાં વધુ બે સિંહબાળનાં મૃતદેહો મળ્યા: વન વિભાગે ઇન્ફાઇટની શંકા વ્યક્ત કરી

ગીરમાં વધુ બે સિંહબાળનાં મૃતદેહો મળ્યા: વન વિભાગે ઇન્ફાઇટની શંકા વ્યક્ત કરી

થોડા દિવસો પહેલા જ, ગીર પૂર્વ વિસ્તારમાં તુલસીશ્યામ રેન્જમાં આવેલા ખડાધાર રેવન્યુ વિસ્તારમાં ત્રણ સિંહ બાળના મોત થયા હતા.

થોડા દિવસો પહેલા જ, ગીર પૂર્વ વિસ્તારમાં તુલસીશ્યામ રેન્જમાં આવેલા ખડાધાર રેવન્યુ વિસ્તારમાં ત્રણ સિંહ બાળના મોત થયા હતા.

    સિંહોનાં મૃત્યુનો સિલસિલો યથાવત રહ્યો છે. ગીર જંગલમાં બે સિંહબાળનાં મૃતદેહો મળ્યા છે. આ બંને સિંહબાળનાં મૃતદેહો ગીર અભ્યારણ્યમાં આવેલા ગીર-પૂર્વ વન વિભાગ હેઠળ આવતા પાણીયા રેન્જ અને સાવરકુંડલા રેન્જમાંથી મળ્યા છે.
    પાણીયા રેન્જમાંથી અંદાજિત 10 થી 12 મહિલાનાં માદા સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો છે. વન વિભાગે એમ જણાવ્યું છે કે, પ્રાથમિક દ્રષ્ટિએ સિંહબાળનું મોત ઇન્ફાઇટનાં કારણે થયું હોય એમ જણાય છે.

    આ સિંહબાળનાં શરીર પર વન્યપ્રાણીનાં ઇજાનાં નિશાન જણાય છે. વન વિભાગનાં અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, આ સિંહબાળનો મૃતદેહ પાણીયા રેન્જની ચાંચાઇ રાઉન્ડમાં આવેલી ભેરાળા બીટમાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા, વન વિભાગનાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
    વન વિભાગનાં એક અધિકારીએ જણાવ્યું કે, જે જગ્યા સિંહબાળનો મૃતદેહ મળ્યો છે ત્યાં એક સિંહનું ગ્રૃપ (પ્રાઇડ) રહે છે. આ પ્રાઇડમાં ત્રણ બચ્ચાઓ છે અને બે સિંહણો છે. વન વિભાગ દ્વારા સિંહબાળનાં મૃતદેહની આસપાસનાં વિસ્તારને ચકાસી રહ્યા છે અને સિંહનાં ગૃપને શોધી રહ્યા છે. વન વિભાગને એક સિંહનો પતો મળ્યો છે. આ સિંહે કદાચ સિંહબાળને મારી નાંખ્યું હોઇ શકે તેવી પ્રાથમિક શંકા છે. સિંહબાળનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે’.

    અન્ય એક કિસ્સામાં સાવરકુંડલા રેન્જમાં આવેલા નાની વડાળ બીટમાંથી અંદાજિત 4 થી 5 મહિનાનાં માદા સિંહબાળનો મૃતદેહ મળ્યો છે. વન વિભાગ કહે છે કે, પ્રાથમિક દ્રષ્ટિએ, આ સિંબબાળનું મોત ઇન્ફાઇટનાં કારણે થયુ હોય એમ લાગે છે.

    થોડા દિવસો પહેલા જ, ગીર પૂર્વ વિસ્તારમાં તુલસીશ્યામ રેન્જમાં આવેલા ખડાધાર રેવન્યુ વિસ્તારમાં ત્રણ સિંહ બાળના મોત થયા હતા. વન વિભાગે એ વખતે કહ્યું હતું કે, ત્રણેય સિંહબાળનાં મોત ઇન્ફાઇટનાં કારણે થયા હતા.
    અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ પહેલા ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતા દલખાણીયા રેન્જમાં એક સાથે 23 સિંહોનાં મોત નિપજ્યા હતા. વન વિભાગે એવો દાવો કર્યો હતો કે, આ 23 સિંહોમાં કેટલાક સિંહોનાં મોત કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ, કેટલાક સિંહો ઇન્ફાઇટનાં કારણે થયા હતા અને કેટલાક સિંહોનાં મોતનાં કારણો જાણી શકાયા નહોતો.

    ગીર અભ્યારણ્ય અને તેની આસપાસનાં વિસ્તારોનાં સિંહોની માઠી બેઠી છે અને અસામાજીક તત્વો દ્વારા સિંહોની પજવણી હવે સામાન્ય બનતી જતા વન વિભાગ માટે સ્થિતિ મુશ્કેલ બની રહી છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Asiatic Lions, Forests, Gir Forests, Lion-cubs, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन