બે ગુજરાતીઓએ ઓનલાઇન ખરીદી કરનાર સાથે કરી છેતરપિંડી, ચેતી જજો આવા લોકોથી

ઓનલાઈન ખરીદીના શોખીનો માટે લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

News18 Gujarati
Updated: August 31, 2018, 8:35 AM IST
બે ગુજરાતીઓએ ઓનલાઇન ખરીદી કરનાર સાથે કરી છેતરપિંડી, ચેતી જજો આવા લોકોથી
ઓનલાઈન ખરીદીના શોખીનો માટે લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
News18 Gujarati
Updated: August 31, 2018, 8:35 AM IST
ઓનલાઈન ખરીદીના શોખીનો માટે લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઓનલાઈન વેપારના નામે છેતરપિંડી કરતા અમરેલી અને ભાવનગરના બે ભેજાબાજોને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે આ બે ભેજાબાજો પાસેથી આશરે 89 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બંને ભેજાબાજો ઓનલાઈન ખરીદી કરનાર લોકોનો ડેટા ચોરી કરી ગ્રાહકોને અસલીના નામે નકલી ચીજ વસ્તુઓ પધરાવતા હતા. બે પૈકી એક આરોપી હિરેન અમરેલીનો રેહવાસી છે જયારે ધાર્મિક ભાવનગરનો વતની છે. બંને હાલ સુરતમાં રહે છે.

સાયબર ક્રાઈમનાં જે. એસ. ગેડમ, ઇન્ચાર્જ ACPનાં જણાવ્યાં પ્રમાણે, "હીરાના કારખાનામાં કામ કરતા બંને ભેજાબાજોએ શોર્ટ કટમાં રૂપિયા કમાવાનું નક્કી કરીને આનો છેતરપિંડીનો ધંધો શરૂ કર્યો હતો. કુરિયર કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા અમદાવાદના વેજલપુરના સંતોષ શેઠે આ બંન્ને સામે ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે આ બંને ઠગબાજોને ઝડપી પાડ્યા છે."

આ મામલામાં હાલ તે બંન્નેની પૂછપરછ કરી રહ્યાં છે. તેઓએ કઇ રીતે અને કોની કોની સાથે છેતરપિંડી કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
First published: August 31, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...