Home /News /kutchh-saurastra /

અમરેલી : દીપડાએ ખેત મજૂર પરિવારનાં બે યુવાનો પર કર્યો હુમલો, નીપજ્યા મોત

અમરેલી : દીપડાએ ખેત મજૂર પરિવારનાં બે યુવાનો પર કર્યો હુમલો, નીપજ્યા મોત

મોણવેલ ગામની સીમમાં બે ખેત મજૂરોને દીપડાએ ફાડી ખાધા છે

વનવિભાગે દીપડાની શોધખોળ હાથ ધરી છે. બે દિવસમાં દીપડાનાં હુમલાની આ ત્રીજી ઘટના છે.

  રાજેશ ગઢિયા, અમરેલી : અમરેલીનાં ધારી મોણવેલ ગામની સીમમાં બે ખેત મજૂરોને દીપડાએ ફાડી ખાધા છે. આ બંન્ને યુવાનોનાં મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ આવી ગઇ છે. બંનેના મૃતદેહને પીએમ માટે હૉસ્પિટલ ખસેડાયા છે. વનવિભાગે દીપડાની શોધખોળ હાથ ધરી છે. બે દિવસમાં દીપડાનાં હુમલાની આ ત્રીજી ઘટના છે.

  મૃતક કરશન ભીખા સાગઠીયા અને મૃતક ભૂટાભાઈ અર્જુનભાઇ વાળા સાળા બનેવી હતા. જેના કારણે પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. તેઓ એક જ વાડીમાં કામ કરતા હતાં. દીપડાઓના માનવીઓ પર હુમલાઓ અને વનવિભાગની ઢીલી નીતિ સામે સ્થાનિકોનો રોષ ભડક્યો છે. ગઇકાલે રાતે દીપડાએ બંન્ને યુવાનોને શિકાર બનાવ્યાંનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

  આ પણ વાંચો : રાજકોટમાં ક્યાંક સાંબેલાધાર વરસાદ તો ક્યાંક ધસમસતા પ્રવાહમાં તણાઇ કાર

  મૃતક ખેત મજૂર


  ગઈકાલે પણ દીપડાનો હુમલો સામે આવ્યો હતો. જેમાં અમરેલીના ચાંપાથળમાં 5 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો હતો. વનવિભાગ હજુ ઘટના સ્થળે ન પહોંચતા મોણવેલમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Leopard attack, અમરેલી, ગુજરાત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन