Home /News /kutchh-saurastra /

અમરેલીમાં જંગલના રાજા નીકળ્યા લટાર મારવા, જુઓ સીસીટીવી

અમરેલીમાં જંગલના રાજા નીકળ્યા લટાર મારવા, જુઓ સીસીટીવી

    રાજ્ય હાલ ઠંડીનું જોર વધ્યું છે. વહેલી સવારે શીત લહેરની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરે છે. ત્યારે જંગલ વિસ્તારમાં તો અહલાદક વાતાવરણ જોવા મળી છે. ત્યારે જંગલનો રાજા વાતાવરણની મજા મારવા માટે લટાર પર નિકળ્યો હતો. ઘટના કેમેરામાં કેદ થઇ જતાં હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

    અમરેલીના ધારી નજીક આવેલા ચલાલાના વાવડી ગામનો એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જંગલનો રાજા સિંહ આંટાફેરા મારતો દેખાઇ રહ્યું છે. ગામના પાદરમાં એક મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં જંગલના રાજાની લટાર કેદ થઇ ગઇ હતી. વીડિયોમાં એક નહીં પરંતુ બે સિંહ નજરે પડ્યા હતા.

    મધ્યરાત્રીના ઠંડીના માહોલમાં આટાફેરા મારતા સિંહના વીડિયોને લઇને ધારી પંથકમાં ચર્ચા જાગી છે. તો વાવડી ગામ સુધી સિંહો પહોંચી જતાં ગ્રામલોકોમાં ભયની લાગણી પ્રવર્તી રહી છે. સિંહો અંગે વનવિભાગને જાણ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Asiatic Lion, Asiatic lion catch on CCTV, Catch on CCTV, Lion in village, Two Asiatic lion catch

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन