અમરેલીમાં ટ્રક પુલ પરથી ખાબકી, ભરુચમાં ટ્રેઇલર પાછળ ઘુસી ખાનગી બસ, કુલ- 11 લોકોના મોત

News18 Gujarati
Updated: June 23, 2018, 8:43 AM IST
અમરેલીમાં ટ્રક પુલ પરથી ખાબકી, ભરુચમાં ટ્રેઇલર પાછળ ઘુસી ખાનગી બસ, કુલ- 11 લોકોના મોત
અમરેલી ટ્રક અકસ્માત

શુક્રવારે મોડી રાત્રે ગુજરાતમાં અકસ્માતની બે મોટી ઘટનાઓ બની છે. અમરેલી જિલ્લાના રાજુલામાં ટ્રક પુલ પરથી 15 ફૂટ નીચે ખાબક્યો હતો જ્યારે ભરૂચ જિલ્લાના મંડવા ગામ પાસે ટ્રેઇલર પાછળ બસ ઘુસી જતાં ભારે અકસ્માત સર્જાયો હતો.

  • Share this:
શુક્રવારે મોડી રાત્રે ગુજરાતમાં અકસ્માતની બે મોટી ઘટનાઓ બની છે. અમરેલી જિલ્લાના રાજુલામાં ટ્રક પુલ પરથી 15 ફૂટ નીચે ખાબકી હતી.  જ્યારે ભરૂચ જિલ્લાના મંડવા ગામ પાસે ટ્રેઇલર પાછળ બસ ઘુસી જતાં ભારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ બે ઘટનાઓમાં કુલ 11 લોકોના મોત થયા છે જ્યારે 32 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતના પગલે પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથધી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે સગાઇ પ્રસંગ પતાવીને પરત ફરી રહેલા પરિવારને ટ્રક અકસ્માત નડ્યો હતો.

અમરેલીમાંઃ ટ્રક પુલ પરથી 15 ફૂટ નીચે ખાબક્યો

મળતી માહિતી પ્રમાણે શુક્રવારે મોડી રાત્રે અમરેલી જિલ્લાના રાજુલાના નિગાળા ગામ નજીક આવેલા પુર પરથી એક ટ્રક પસાર થઇ રહી હતી. ત્યારે ડ્રાઇવરે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પુલની નીચે ખાબકી હતી. અકસ્માતમાં 7 લોકોના મોત થયો હતો. જ્યારે 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.સુત્રોના જણાવ્યા પ્રમાણે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. સાથે સાથે પોલીસ, 108 અને ફાયરબ્રિગેડને જાણ કરતા તમામ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે મૃતકોને પીએમ અર્થે મોકલી આપવાની કામગીરી હાથધરી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાવનગર-સોમનાથ હાઇ-વે ઉપરની બનેલા આ ઘટનામાં ટ્રકમાં સવાર મુસાફરો મહુવાના જાદરા ગામના રહેવાસી છે. મહુવા તાલુકાનાં જાગરા ગામનો પરિવાર ઉના તાલુકાનાં ગોખરા ગામેથી સગાઇ પ્રસંગમાં હાજરી આપીને પરત ફરતો હતો ત્યારે આ ગોઝારી ઘટના બની હતી.  ટ્રક નીચે મોટી સંખ્યામાં લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. સુત્રોના વધુ જણાવ્યા પ્રમાણે ઘટનાની જાણ થતાં જ ધારાસભ્યુ અંબરીશ ડેર અને પૂર્વ ધારાસભ્ય ઘાયલોની મદદ માટે આવી પહોંચ્યા હતા.મૃતકોની યાદી

1-કેસરબેન શામજીભાઈ બારૈયા ( ઉં.વ -50)
2-જયસુખબાઈ રમેશભાઈ સિંધાવ (ઉં.વ- 17)
3-સમજીબેન અરજણભાઈ (ઉ.વ.50)
4- ભાનુબેન રમેશભાઈ માલિયા (ઉ.વ.36)
5-ભરતભાઈ લાખાભાઈ (ઉ.વ.36)
6- હરેશભાઈ રમેશભાઈ (ઉં.વ.12)
7- શોભાબેન રમેશભાઈ (ઉં.વ.14)ભરૂચઃ ટ્રેઇલર પાછળ બસ ઘુસી જતાં ચાર લોકોના મોત

મળતી માહિતી પ્રમાણે શુક્રવારે મોડી રાત્રે ભરૂચના મંડવા ગામ નજીક ટ્રેઇલર પાછળ ખાનગી લક્ઝરી બસ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે સાતથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ ઉપર એકઠાં થયા હતા. જ્યારે પોલીસને પણ આ અંગે જાણ કરતા સ્થળ ઉપર દોડી આવી હતી. 108 એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે ખાનગી લક્ઝરી બસ સુરતથી સૌરાષ્ટ્ર જઇ રહી હતી. ભરૂચ નજીક થયેલા આ અકસ્માતમાં એક બાળકી, એક મહિલા અને 2 પુરુષોનો સમાવેશ થાય છે.
First published: June 23, 2018, 7:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading