ShivRatri 2022: મહાશિવરાત્રી નિમિત્તે કરો 12 જ્યોતિર્લિંગના દર્શન એક જ સ્થળ પર, જુઓ VIDEO
ShivRatri 2022: મહાશિવરાત્રી નિમિત્તે કરો 12 જ્યોતિર્લિંગના દર્શન એક જ સ્થળ પર, જુઓ VIDEO
12 જ્યોતિર્લિંગના દર્શન
મહાશિવરાત્રિ પર્વ નિમિતે ભુજના બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા તપસ્યા ભવન ખાતે બાર જ્યોતિર્લિંગના નમૂના દર્શનાર્થે મુકાયા છે જેના દર્શન લોકો બીજી માર્ચ સુધી કરી શકશે
Kutch News: આજે મહાશિવરાત્રી (Mahashivratri) નિમિત્તે સમગ્ર દેશમાં લોકો શિવમય થયા છે ત્યારે કચ્છના મુખ્ય મથક ભુજમાં (Bhuj Kutch) લોકોને અનોખા દર્શન કરવાનો મોકો મળ્યો છે. ભુજમાં આવેલા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય (Brahmakumaris) દ્વારા 12 જ્યોતિર્લિંગના (12 Jyotirlinga) નમૂના બનાવી દર્શન માટે મુકાયા છે જે સાક્ષાત 12 જ્યોતિર્લિંગ ફરીને દર્શન કર્યાનો અનુભવ કરાવે છે.
પરમાત્મા શિવના દિવ્ય અવતરણના યાદગાર મહાશિવરાત્રી પર્વના ઉપલક્ષમાં ભુજમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા સ્થાનીય સેવા કેન્દ્ર પર બાર જ્યોતિર્લિંગ મંદિરના દર્શનનું ભવ્ય આયોજન કરાયું છે જેમાં બાર જ્યોતિર્લિંગ મંદિર દર્શન, આધ્યાત્મિક પ્રદર્શન અને રાજયોગ અનુભૂતિ પણ કરાવવામાં આવશે.
ભુજના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા સ્થાનીય સેવા કેન્દ્ર પર સોમનાથ, ત્ર્યંબકેશ્વર, મલ્લિકાર્જુન, ઓમકારેશ્વર, ધૃષ્ણેશ્વર, કેદારનાથ, વૈદ્યનાથ, વિશ્વનાથ, નાગેશ્વર, રામેશ્વર, ભીમાશંકર અને મહાકાલેશ્વર એમ બારેય જ્યોતિર્લિંગ મંદિરના દર્શન કરી શકાશે. ભુજના બ્રહ્માકુમારી, તપસ્યા ભવન ખાતે તારીખ 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી સવારે 8 થી રાત્રિના 8 વાગ્યા સુધી શિવભક્તો આ ઝાંખી નિહાળી શકાશે.
આ અંગે વાતચીત કરતાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના બ્રહ્માકુમારી બીનાબેને જણાવ્યું હતું કે, અહીઁ એક જ સ્થાન પર બાર જ્યોતિર્લિંગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે કે જેના દર્શન કરવા માટે શિવભક્તો દૂર દૂર સુધી જતાં હોય છે ત્યારે શિવભક્તો અહીં દર્શન કરવા માટે આવીને તે લહાવો લઈ શકે છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર