અમરેલીઃ સાતલડી નદીમાં 1000 લોકોને સામે જ તણાયો યુવક

News18 Gujarati
Updated: July 13, 2018, 4:04 PM IST
અમરેલીઃ સાતલડી નદીમાં 1000 લોકોને સામે જ તણાયો યુવક
યુવક બે કલાક કોઈ વસ્તુના સહારે પાણીમાં તરતો રહ્યો હતો

  • Share this:
અમરેલી જીલ્લામાં ગુરુવારે પડેલા ભારે વરસાદને કારણે સાતલડી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. બાબાપુર નજીકથી પસાર થતી સાતલડી નદીના પૂરમાં એક કાર તણાઈ ગઈ હતી. આ કારમાં સવાર એક વ્યક્તિ બચાવદળના સભ્યો તેમજ હજાર જેટલા લોકોની સામે જ નદીમાં તણાય ગયો હતો. એનડીઆરએફની ટીમે યુવકને બચાવવા ખૂબ મહેનત કરી હતી પરંતુ તેને બચાવી શકાયો ન હતો.

ત્રણ લોકો તણાયાના અહેવાલ

મળી રહેલી માહિતી પ્રમાણે બાબાપુર ગામ ખાતે સાતલડી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અહીં આવેલા પુલ પરથી એક બોલેરો કાર પસાર થઈ રહી હતી, જે નદીના પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ કારમાં ત્રણ લોકો સવાર હતા. જોકે, સત્તાવાર રીતે કારમાં કેટલા લોકો હતા તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કારમાં સવાર તમામ લોકો નદીના પ્રવાહમાં તણાય ગયા હતા, પરંતુ તેમાંથી એક વ્યક્તિ કોઈ વસ્તુને પકડીને નદીના પ્રવાહ સામે સતત બે કલાક સુધી ઝઝૂમ્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ત્રણ યુવકો કાર સાથે નદીના પ્રવાહમાં તણાયા હતા


તંત્ર પહોંચ્યું ત્યાં સુધીમાં હિંમત હારી ગયો યુવક

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે નદીના પ્રવાહમાં એક વ્યક્તિ ફસાયો હોવાની માહિતી મળ્યા બાદ એનડીઆરએફની ટીમને અહીં પહોંચતા બે કલાક જેટલો સમય લાગી ગયો હતો. આ દરમિયાન વ્યક્તિ કોઈ વસ્તુના સહારે પાણીના પ્રવાહ સામે બાથ ભીડતો રહ્યો હતો. એનડીઆરએફની ટીમે પહોંચેને તેને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ બે કલાક સુધી મોત સામે બાથ ભીડનાર વ્યક્તિ અંતે હિંમત હારી ગયો હતો અને પાણીમાં ગરક થઈ ગયો હતો.
એનડીઆરએફની ટીમે બચાવ કામગારી શરૂ કરી પરંતુ યુવકને બચાવી શકાયો ન હતો


હજાર લોકોની સામે જ વ્યક્તિ ડૂબી ગયો

વ્યક્તિ નદીના પ્રવાહમાં ફસાયો હોવાની માહિતી મળ્યા બાદ મામલતદાર, સ્થાનિક પોલીસ અને એનડીઆરએફની ટીમ પહોંચી હતી. સાથે જ ગામ લોકોને માહિતી મળતા હજાર જેટલા લોકો અહીં એકઠા થઈ ગયા હતા. જોકે, નદીમાં પાણીનો પ્રવાહ એટલો હતો કે યુવક તમામ લોકોની આંખ સામે જ નદીના પાણીમાં ગરક થઈ ગયો હતો.

લોકોએ તંત્ર પર વ્યક્ત કર્યો આક્રોશ

નદીના પ્રવાહમાં ફસાયેલા યુવકને બચાવી ન શકાતા સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ ગોજારા પુલે 2015ના વર્ષમાં પણ નિર્દોષ લોકોના જીવ લીધા હતા. તંત્રને આ અંગેની જાણ હોવા છતાં લોકોની સલામતી માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી.

સ્ટોરીઃ રાજન ગઢિયા, અમરેલી
First published: July 13, 2018, 9:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading