Home /News /kutchh-saurastra /અમરેલીઃ ટ્રેનની અડફેટે આવી જતાં ત્રણ સિંહનાં મોત

અમરેલીઃ ટ્રેનની અડફેટે આવી જતાં ત્રણ સિંહનાં મોત

રેલવે ટ્રેક ખુલ્લા હોવાથી સિંહોના મૃત્યુ થવાની ઘટના ઘટતી હોવાથી સરકારને ટકોર

બનાવ બાદ વન વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સિંહોના મૃતદેહને સાથે લઈ ગયો હતો.

  રાજન ગઢીયા, અમરેલી

  અમરેલીઃ સાવરકુંડલાના બોરાળા ગામ નજીક ત્રણ સિંહ ટ્રેનની અડફેટે આવી જતા મોતને ભેટ્યા છે. મૃતક સિંહમાં બે નર અને એક માદા હોવાનું સામે આવ્યું છે.  વન વિભાગે સિંહોના મોત અંગે તપાસ શરૂ કરી છે. વન વિભાગને જણાવ્યા પ્રમાણે, સિંહોનાં મોત બાદ ટ્રેનની ઝડપ અને ટ્રેકર તેમજ વન વિભાગના સ્ટાફની બેદરકારી અંગે તપાસ કરવામાં આવી રહી છે. જે પણ દોષિત હશે તેમની સામે કડક પગલાં ભરવામાં આવશે.

  બનાવ બાદ વન વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સિંહોના મૃતદેહને સાથે લઈ ગયો હતો. મૃતક સિંહોની ઉંમર દોઢથી બે વર્ષની વચ્ચેની હોવાનું વન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે.

  મળતી માહિતી પ્રમાણે સોમવારે મોડીરાત્રે આશરે 12.45 વાગ્યે  અમરેલીના બોરાળા ગામ નજીક પસાર થતા રેલવે ટ્રેકને ત્રણેય સિંહો ક્રોસ કરી રહ્યા હતા. આ સમયે ત્રણેય સિંહ માલગાડીના અડફેટે આવી ગયા હતા. બનાવ બાદ વન-વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. અમરેલીના રેવન્યૂ વિસ્તારમાં અસંખ્ય સિંહો વસવાટ કરે છે. જોકે, આ પ્રથમ બનાવ નથી જ્યારે ટ્રેનની અડફેડે કોઈ સિંહનું મોત થયું હોય. આ પહેલા આ જ વિસ્તારમાં અલગ અલગ બનાવોમાં દસ જેટલા સિંહોનાં મોત થઈ ચુક્યા છે.

  વારેવારે ટ્રેનની અડફેડે  સિંહોનાં મોત થતા હોવા છતાં વન વિભાગ કે રેલવે તંત્ર તરફથી તકેદારીના કોઈ પગલાં ભરવામાં આવતા ન હોવાથી સિંહ પ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો છે.

  દોષિતો સામે પગલાં લેવાશે

  "સિંહોનાં મોત બાદ ટ્રેનની ઝડપ અને ટ્રેકર તેમજ વન વિભાગના સ્ટાફની બેદરકારી અંગે તપાસ કરવામાં આવી રહી છે. જે પણ દોષિત હશે તેમની સામે કડક પગલાં ભરવામાં આવશે. પૂર્વ ગીર વિભાગના હેઠળની સવારકુંડલા રેન્જના બોરાળા ગામ ખાતે આ બનાવ બન્યો હતો. બોરાળા નજીક રેલવે ટ્રેકને છ સિંહો ક્રોસ કરી રહ્યા હતા, જેમાંથી ત્રણનું ટ્રેનની અડફેટે મોત થઈ ગયું હતું. સિંહો જેની અટફેટે આવી ગયા તે માલગાડી બોટાદથી પીપાવાવ જઈ રહી હતી. બનાવ રાત્રે 12.45 વાગ્યે બન્યો હતો." - ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, જૂનાગઢ ડી.ટી. વસાવડા


  ગીરમાં 37 સિંહના મોત થયાનું સરકારે સસંદમાં સ્વીકાર્યું

  નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં પૂછાયેલા એક પ્રશ્નનાં જવાબમાં સ્વીકાર્યુ કે, સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુંધીના ગાળામાં ગીર જંગલમાં 37 સિંહોનાં મોત થયા હતા. સંસદમાં પૂછાયેલા એ પ્રશ્નનાં જવાબમાં વન અને પર્યાવરણ વિભાગે આ આંકડાઓ સસંદમાં રજૂ કર્યા હતા. આ અગાઉ, ગુજરાત વન વિભાગે કહ્યું હતું કે, ગીર અભ્યારણ્યમાં 11 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન કુલ 23 સિંહોનાં મોત થયા હતા. મૃત્યુ પામેલા મોટા ભાગનાં સિંહો ગીર અભ્યારણ્યમાં આવેલા ગીર પૂર્વ (ધારી) વન વિભાગ હેઠળ આવતા દલખાણિયા રેન્જનાં કરમદડી રાઉન્ડનાં રોણીયા વિસ્તારમાં નોંધાયા હતા.

  આ પણ વાંચો: દલખાણીયા રેન્જમાં શરૂ થયુ વિશેષ અભિયાન: 'રોગમુક્ત સિંહો-એનીમિયા મુક્ત મહિલાઓ'

  ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (પુના) ખાતે મૃત સિંહોનાં નમૂના મોકલવામાં આવ્યા હતા તેમાં કેટલાક સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ(CDV) હોવાના અહેવાલ આવ્યા હતા. આ રોગના કૂતરાઓ અને બિલાડી કૂળનાં પ્રાણીઓમાંથી ફેલાય છે. આ અહેવાલ પછી, વન વિભાગે ગીર જંગલમાં રહેલા અન્ય સિંહોના સ્વાસ્થ્યની તપાસ હાથ ધરી હતી. એક સાથે મોટા પ્રમાણમાં સિંહોનાં મોત થતા વન્યપ્રાણી પ્રેમીઓ ચિંતામાં મૂકાઇ ગયા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Asiatic Lion, CDV, Savarkundla, અમરેલી, ટ્રેન, સિંહ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन