અમરેલીમાં 19 વર્ષ પછી વસંત ગજેરાનાં ટ્રસ્ટનું ગૌચરનાં નામે કરાયેલું બાંધકામ તોડાયું

News18 Gujarati
Updated: February 19, 2019, 12:19 PM IST
અમરેલીમાં 19 વર્ષ પછી વસંત ગજેરાનાં ટ્રસ્ટનું ગૌચરનાં નામે કરાયેલું બાંધકામ તોડાયું
વસંત ગજેરાની ફાઇલ તસવીર

જે બાદ ચાર એકર જેટલી જમીન ખુલ્લી મુકાઇ છે. આ જમીન પરથી 19 વર્ષ પછી દબાણ દૂર કરવામાં આવ્યું છે.

  • Share this:
અમરેલી: સુરતનાં જાણીતા ઉદ્યોગપતિ વસંત હરી ગજેરાની અમરેલી ચક્કરગઢ રોડ પર આવેલ શૈક્ષણિક સંકુલે ગૌશાળાનાં નામે સરકારી ગૌચર જમીન ઉપર કરવામાં આવેલા દબાણ પોલીસે ખુલ્લુ કર્યું છે. જે બાદ ચાર એકર જેટલી જમીન ખુલ્લી મુકાઇ છે. આ જમીન પરથી 19 વર્ષ પછી દબાણ દૂર કરવામાં આવ્યું છે.

અમરેલી શહેરનાં ચક્કરગઢ રોડ ઉપર આવેલ સરકારી ગૌચર સં.નં.334 પૈકીની 2,83,337 ચો.મી જમીન ઉપર અમરેલીનાં વતની અને સુરત સ્થિત ઉદ્યોગપતિ વસંત હરી ગજેરાનાં ચક્કરગઢ રોડ પર આવેલ અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરી. ટ્રસ્ટ સંચાલીત પટેલ શંકુલ નામની શૈક્ષણિક સંસ્થાએ ગૌચરનાં નામે દબાણ કરી લીધું હતું. જેના કારણે ખેડૂતોનાં ખેતર જવાનાં રસ્તા પણ બંધ કરી દેવામાં આવ્યાં હતાં.

આ દબાણ અંગે બે વર્ષ પહેલા અમરેલી મામલતદાર દ્વારા લોકોની રજૂવાત બાદ દબાણવાળી જમીન ખાલી કરવા માટે વહીવટીદારોને નોટિસ પણ પાઠવી હતી. પરંતુ ઉદ્યોગપતિએ કરેલ દબાણ ખુલ્લુ કરવામાં આવેલ ગૌચર જમીન ઉપરનું દબાણ હટાવવાનાં બદલે માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવ્યો હતો. પરંતુ અચાનક 19 વર્ષ પછી સરકારી તંત્રએ ગઇકાલે ઓચિંતા જ હરકતમાં આવી દબાણની જગ્યાએ બનાવેલું પાકુ બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. આ બધું કામ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને ચાર એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
First published: February 19, 2019, 12:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading